Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

હવે ૫ થી ૮ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે

શાળામાં આઠમાં સુધી નાપાસ ન કરવાના નિયમોમાં થયા ફેરફારો : રાજ્યસભામાં બીલ પાસઃ જોકે પાસ થવાનો એક મોકો આપવામાં આવશે : બે મહિનાની અંદર જ બીજીવાર પરીક્ષા લેવાશે

નવી દિલ્હી તા. ૪ : શાળાના શિક્ષણમાં સુધારણામાં લાગેલી મોદી સરકારના રસ્તાનો મોટો કાંટો હાલમાં હટી ગયો છે. શાળામાં આઠમા સુધી બાળકોને ફેઈલ ન કરવાં નીતિમાં ફેરફાર સંસદમાં પસાર થઇ ગયો છે. હવે પાંચમા થી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ફેલ કરી શકાશે. જોકે, તેને તે પહેલા પાસ થવાનો એક મોકો આપવામાં આવશે. તેના માટે મુખ્ય પરીક્ષાના બે મહિનાની અંદર જ બીજી વાર ફરી પરીક્ષા લેવામાં આવશે.

ગઈ કાલે રાજયસભામાં પણ નિઃશુલ્ક અને અનિવાર્ય બાળ શિક્ષાનો અધિકાર બિલ-૨૦૧૯ને મંજૂરી આપી દીધી છે.લોકસભામાં આ બિલ ગયા વર્ષે જ પાસ થઇ ગયું હતું.એવામાં હવે વિધેયક ૨૦૧૯ને રજૂ કરીને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર શાળાના શિક્ષણને મજબૂત બનાવવા માટે આ બદલાવને જરૂરી ગણવામાં આવ્યુ છે.

તેઓએ કહ્યું કે તેને શિક્ષણની ગુણવતામાં સુધાર થશે અને બાળકો ભણતરમાં વધુ રસ લેશે. તેઓએ આ દરમિયાન કોંગ્રેસ સહિત અન્ય દળોને આશંકાઓને પણ દૂર કરી. તેઓએ કહ્યું કે આ બદલાવનો અર્થ એ નથી કે કોઈને શાળા માંથી કાઢવામાં આવી રહ્યા છે.આ બદલાવ અભિભાવકોની માંગ બાદ જ કરવામાં આવ્યો છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયની માને તો હાલના સમયમાં આઠમી સુધી વિદ્યાર્થીઓને ફેલ ન કરવાની નીતિથી શૈક્ષણિક ગુણવત્તામાં પહેલાના મુકાબલે નીચલા સ્તર પર ગઈ છે. સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજયુકેશનની બેઠકમાં રાખેલા પ્રસ્તાવ પર ૨૫ રાજયોએ સંમતિ દર્શાવી હતી.જયારે ચાર રાજય આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઓડિશા, અને તેલંગાણા આ બદલાવ વિરૂદ્ઘ છે. ચાર રાજયોના વિરોધને જોઈને સરકારને ફેલ ન કરવાની નીતિમાં બદલાવ અંગે રાજયોને પૂર્ણ સ્વયત્તતા પણ આપી છે. તેના હેઠળ જો કોઈ રાજય સહમત નથી તો તે તેના મુજબ પરીક્ષાની ગોઠવણ કરી શકે છે. શાળામાં આઠમી સુધી ફેલ ન કરવાની નીતિને યુપીએ સરકાર દરમિયાન બાળકોનું શાળા ન છોડવાની વધતી સંખ્યાને જોઈને લાગુ કરવામાં આવ્યો હતો.(૨૧.૧૫)

(11:38 am IST)
  • સાયલા પંથકમાં ૧.૬નો આંચકો: આજે બપોરે જિલ્લાના સાયલા તાલુકાના આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનુ મોજુઃ ભૂકંપની તિવ્રતા ૧.૬: વસ્તડી ગામ પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળે છેઃ વધુ વિગતો મેળવાઇ રહી છે access_time 3:53 pm IST

  • દિલ્હીમાં હવાની ગુણવતા ગંભીર સ્તરે પહોંચી :24 કલાક સુધી ટ્રકોને પ્રવેશ પર પ્રતિબંધ :ઇપીસીએ દ્વારા વહીવટી તંત્રને આદેશ કરાયા કે ગંભીર પ્રદુષણને પગલે ટ્રકને શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવાર 11 વાગ્યા સુધી દિલ્હીમાં પ્રવેશ પર મંજૂરી નથી access_time 1:19 am IST

  • શુક્રવારે ઇંધણના ભાવમાં ઘટાડો : છેલ્લા બે દિવસથી ભાવ સ્થિર રહ્યાં બાદ શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો :પેટ્રોલ લીટરે 21 પૈસા અને ડીઝલ પણ લિટરે 21 પૈસા થયું સસ્તું : પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાથી વાહન ચાલકોને મળશે રાહત access_time 11:54 pm IST