Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

યુ.એસ.ના કેલિર્ફોનિયામાં આવેલા કુપરટીનોને ‘હીલીંગ ગાર્ડન' શહેર તરીકે વિકસાવાશેઃ ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલર સુશ્રી સવિતા વૈદ્યનાથને સિસ્‍ટર સીટી ભુવનેશ્વરમાંથી લીધેલી, પ્રેરણા સાકાર કરાશેઃ ડાયાબિટીસ, અસ્‍થમા, સહિતના દર્દોને મટાડતા ઔષધિય ગુણો ધરાવતા છોડ ઉગાડાશે

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા કુપરટીનો કાઉન્‍સીલર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સવિતા વૈદ્યનાથનએ કુપરટીનોને ‘‘હીલીંગ ગાર્ડન'' શહે તરીકે વિકસાવવાની નેમ વ્‍યક્‍ત કરી છે.

સુશ્રી સવિતા મેયર હતા ત્‍યારે તેમણે સિસ્‍ટર સીટી ભારતના ભુવનેશ્વરીની મુલાકાત લીધી હતી. જયાં તેમણે જોયેલી ગાર્ડનની શોભાને ધ્‍યાને લઇ આવો નિર્ણય કર્યો હતો.

ભુવનેશ્વરના ગાર્ડનમાંથી પ્રેરણા લેવાનું કારણ એ હતુ કે તે ૨૮૦ ચોરસવારમાં ફેલાયેલું છે. તેમાં ઔષધીય ગુણો ધરાવતી વનસ્‍પિતના છોડ ઉગાડવામાં આવ્‍યા ચે. જે ડાયાબિટીસ, અસ્‍થમા, પાંચનને લગતા દર્દો સહિતના ઉપચારો માટે ઉપયોગી છે. બિંદુસાગર તળાવના કાંઠે આવેલા ભુવનેશ્વરના આ ગાર્ડનમાં જુદા જુદા ૨૦૦ ઉપરાંત છોડ છે.

(8:52 pm IST)