Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ફેસબુક રેન્કીંગઃ મોદી અને તેંડુલકર ૨૦૧૭માં છવાયેલા રહયા

રાજકીય પાર્ટીમાં ભાજપ પ્રથમઃ સરકારી વિભાગોમાં પીએમઓ ઇન્ડિયા, મંત્રાલયમાં વિદેશ ખાતુ, રાજય સરકારમાં યોગી સોૈથી લોકપ્રિય

 નવી દિલ્હીઃ સોશ્યલ મીડીયા નેટવર્ક ફેસબુક દ્વારા જાહેર કરાયેલ નિવેદન મુજબ ૨૦૧૭ના વર્ષ દરમ્યાન કુલ પ્રતિક્રિયાઓ શેર, અને કોમેન્ટસ આધારીત રેન્કીંગમાં સંસદ સભ્ય તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ તથા ક્રિકેટર સચીન તેંડુલકર સોૈથી લોકપ્રીય રહયા છે. ઉપરાંત આ લીસ્ટમાં આર.કે.સિન્હા, અમિતભાઇ શાહ, અસુઉદીન ઓૈવેસી તથા ભગવંત માનનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત સરકારી વિભાગમાં પીએમઓ ઇન્ડિયાનું પેજ ટોચ પર છે, જયારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું પેજ બીજા નંબર ઉપર છે, જયારે રાજય સરકારોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોૈથી લોકપ્રિય નેતા રહયા છે, જયારે વસુંધરા રાજે બીજા નંબરે  રહયા છે. રાજકીય પાર્ટીના રેન્કીંગમાં ભાજપ પહેલા સ્થાને તથા આમ આદમી પાર્ટી બીજા નંબરે છે, જયારે ફેસબુક ઉપર કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી રહી છે.

(4:10 pm IST)