Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ટાઇફોઇડ માટે ભારતે બનાવેલી રસી વિશ્વનાં બાળકોને બચાવશે

નવી દિલ્હી તા.૪: ભારત બાયોટેડ નામની કંપનીએ બનાવેલી ટાઇફોઇડ માટેની રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રીકવોલિફિકેશન માટે માન્યતા આપી છે એટલે આ રસી હવે વિશ્વભરના બાળકોને ટાઇફોઇડ સામે રક્ષણ આપશે. આ કંપનીએ બાર વર્ષના રિસર્ચ બાદ ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચ પછી આ રસી તૈયાર કરી છે. ટાઇપબાર TCV (ટાઇફોઇડ કોન્જુગેટ વેકિસન) નામની આ રસી છ મહિનાના બાળકથી લઇને યુવાન સુધી દરેકને આપી શકાય છે અને વિશ્વમાં ઉપલબ્ધ આવી રસીમાં સૌથી અસરકારક સાબિત થઇ છે. હૈદરાબાદમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર કૃષ્મા એલ્લાએ આ જાણકારી આપી હતી. વિશ્વમાં ૨૦૧૬માં બાર લાખ લોકોને ટાઇફોઇડ થયો હતો જેમાંથી ૧.૩૦ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતા.

(3:50 pm IST)