Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ઘર મહિલાના નામે

મહિલાઓના અધિકારની દિશામાં વધુ એક પગલુ : કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ દ્વારા જાહેરાત થઇ : ૩૭.પ લાખ આવાસ નિર્માણને મંજુરી

લખનૌ,તા. ૪: સંસદમાં ત્રિપલ તલાકના બિલને લઇને આક્રમક વલણ અપનાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર મહિલાઓના અધિકારની દિશામાં વધુ એક મોટુ પગલુ લઇ ચુકી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનાર આ ઘરના નામ મહિલાઓના નામે રહેશે. આયોજના હેઠળ બનનાર ઘરના માલિકી અધિકારો મહિલાઓના નામે રહેશે. કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરી દ્વારા કહ્યુ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનાર ઘરની ફાળવણી માત્ર પરિવારના મહિલા સભ્યોના નામ જ કરવામાં આવનાર છે. મહિલાઓને વધુ સશક્ત બનાવવાની દિશામાં આ પહેલ છે. પુરીએ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર આયોજના હેઠળ ૩૭.૫ લાખ ઘરના નિર્માણને મંજુરી આપી ચુકી છે. તેમણે કહ્યુ હતુ કે ડિસેમ્બર ૨૦૧૭માં ૫.૫ લાખ ઘરના નિર્માણને મંજુરી આપવામાં આવી છે. યુપી સરકારે પણ આ યોજના હેઠળ  ૧૨ લાખ મકાન બનાવવાનો નિર્ણય કરી ચુકી છે. આયોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીે ઘર ખરીદનારને ત્રણ લાખ રૂપિયાની સબસિડી આપનાર છે. આ ઘર માટે જમીન રાજ્ય સરકાર આપનાર છે. બિલ્ડર તેના પર નિર્માણ કરનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને સારો પ્રતિસાદ દેશમાં મળી રહ્યો છે.

(3:46 pm IST)