Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સાઇકલ પર ૧૩૦ દિવસમાં વિશ્વની સફર કરવી છે પુણેની આ સ્ટુડન્ટને

પૂર્ણ તા.૪: પુણેની ૧૯ વર્ષની વદાંગી કુલકર્ણી સાઇકલ પર આખી દુનિયાની સફર કરવા માગે છે. તે લગભગ ૨૯,૦૦૦ કિલોમીટરનું અંતર ૧૩૦ દિવસમાં પુરૃં કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માગે છે. યુનાઇટેડ કિંગડમની બોર્નમાઉથ યુનિવર્સિટીમાં સ્પોટ્ર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વેદાંગી ઓસ્ટ્રેલિયાના પર્થથી યાત્રા શરૂ કરશે. તે રોજ ૩૨૦ કિલોમીટર ચલાવવાની છે. વેદાંગીએ આ યાત્રા માટે કોઇ સંગઠનની સહાય નવી મેળવી. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અલાસ્કા, કેનેડા, પોર્ટુગલ, સ્પેન,ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડ, રશિયા, મોન્ગોલિયા અને ચીન જશે. વેદાંગીએ જણાવ્યા મુજબ આ યાત્રા દ્વારા તે 'સ્ટેપઅપ એન્ડ રાઇડ ઓન' અભિયાન શરૂ કરશે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના મનમાથી ડર ભગાવી જીતવાનું સાહસ પેદા કરવાનું છે. વેદાંગીની આ યાત્રાના મેનેજર તેના પિતા છે.  જુલાઇ-૨૦૧૬માં વેદાંગીએ ભારતના સૌથી કઠિન રસ્તાઓ મનાલીથી ખારદુંગ લા સુધી સાઇકલ ચલાવી હતી. તે રોજના છથી આઠ કલાક સાઇકલ ચલાવવાની પ્રેકિટસ કરે છે.

(3:43 pm IST)