Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

તેલ કિંમતો અઢી વર્ષની ઉંચી સપાટી પર : શેરબજાર ફ્લેટ

એશિયન શેર બજારમાં ૧૦ વર્ષની ઉંચી સપાટીએ : બધા કારોબારીઓની નજર કોર્પોરેટ પરિણામ પર કેન્દ્રિત

મુંબઇ,તા. ૪ : શેરબજારમાં આજે પણ ફ્લેટ સ્થિતી રહી હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ ફ્લેટ છે. કારણ કે તેલ કિંમતો અઢી વર્ષની ઉંચી સપાટી પર પહોંચી ગઇ છે. ઇરાનમાં સરકાર વિરોધી દેખાવો દિન પ્રતિદિન વધી તીવ્ર બની રહ્યા છે. સપ્લાયને લઇને ઇરાનમાં ચિંતા વધી રહી છે. એશિયન શેરબજારમાં ૧૦ વર્ષની ઉંચી સપાટી જોવા મળી રહી છે. અમેરિકા અને જર્મની તરફથી મજબુત આર્થિક ડેટાને લઇને આશા દેખાઇ રહી છે. બીજી બાજુ ઘરઆંગણે રોકાણકારો હાલમાં ટીસીએસ અને ઇન્ફોસીસના પરિણામના રાહ જોઇ રહ્યા છે. આગામી સપ્તાહમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે.  શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતિ માટે કારોબારીઓનું સાવધાનીપૂર્વકનું વલણ જવાબદાર રહ્યું છે.  એપ્રિલ-નવેમ્બરના ગાળા દરમિયાન આઠ મુખ્ય ક્ષેત્રોમાં વિકાસદર ૩.૯ ટકા ઓછો થઇ ગયો હતો જે છેલ્લા વર્ષની આજ અવધિમાં ૫.૩ ટકાનો હતો. સારા ગ્રોથના ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ખુબ સારા રહ્યા છે. નવેમ્બર મહિનામાં આઠ કોર સેક્ટરમાં ગ્રોથ ૬.૮ ટકા સુધી રહેતા તેજી જામી હતી. નવેમ્બર મહિનામાં કોલસા, ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટસ, ફર્ટિલાઇજર્સ, સ્ટીલ, સિમેન્ટ,ઇલેક્ટ્રિસિટીમાં તેજી રહી છે.અત્રે નોંધનીય છે કે વિદેશી રોકાણકારો દ્વારા આ મહિનામાં સ્થાનિક ઇક્વિટીમાંથી ૫૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યાછે.

ખુબ સંવેદનશીલ  ફિસ્કલ ડેફિસિટનો આંકડો સતત વધી રહ્યો છે. સાથે સાથે ક્રુડ ઓઇલનીકિંમતમાં ફરી એકવારપ વધારો થઇ રહ્યો છે. બજેટમાં આ વખતે સરકાર કેટલાક લોકલક્ષી પગલા લઇ શકે છે. શેરબજારમાં આજે  ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારના અંંતે સેંસેક્સ ગઇકાલે બુધવારે ૧૯ પોઇન્ટ ઘટીને ૩૩૭૯૩ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી એક પોઇન્ટ સુધરીને ૧૦૪૪૩ની સપાટી પર રહ્યો હતો.

(12:23 pm IST)