Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

દેશની અદાલતોમાં અઢી કરોડથી વધુ કેસ પેન્ડીંગ

સુપ્રિમ કોર્ટમાં ૬, હાઇકોર્ટમાં ૩૮૯ અને નીચલી અદાલતોમાં પ૯૮૪ જજોની અછત

નવી દિલ્હી તા.૪ : દેશભરની અદાલતોમાં ર કરોડ ૬૦ લાખ કેસ પેન્ડીંગ છે અને ૬૦૦૦થી વધુ જજોની જગ્યાઓ ખાલી છે. અત્યારે સુપ્રિમ કોર્ટમાં ૬, હાઇકોર્ટમાં ૩૮૯ અને નીચલી અદાલતોમાં પ૯૮૪ જજોની અછત છે. આ સિવાય ૯ હાઇકોર્ટ એવી છે કે જયાં ચીફ જસ્ટીસની પોસ્ટ ખાલી છે ત્યાં એકઝી. ચીફ જસ્ટીસ થકી કામ થઇ રહ્યુ છે તો સુપ્રિમ કોર્ટમાં આ વર્ષે ૭ વધુ જ્જ નિવૃત થઇ જશે. કેન્દ્રીય કાનૂન મંત્રાલયના રિપોર્ટ મુજબ સુપ્રિમ કોર્ટ તરફથી આ પોસ્ટને ભરવા માટે કેન્દ્ર સરકારને કોઇ દરખાસ્ત નથી મોકલાઇ.

કેન્દ્રીય રાજયમંત્રી પી.પી.ચૌધરીએ જણાવ્યુ છે કે દેશની નીચલી અદાલતોમાં જ્જોની કુલ રર૬૭૭ પોસ્ટમાંથી ર૬.૩૮ ટકા ખાલી છે પરંતુ ત્યાં હાલ ૧૬૬૯૩ જજો જ કામ કરે છે. સુપ્રિમ કોર્ટમાં કુલ ૩૧ પોસ્ટ છે જયારે દેશની ર૪ હાઇકોર્ટમાં જજોની સંખ્યા ૧૦૪૮ છે. એકલા સિક્કીમ હાઇકોર્ટમાં જજોની કોઇ પોસ્ટ ખાલી નથી ત્યાં ત્રણ જ્જ છે. ચૌધરીના કહેવા મુજબ કાનૂન મંત્રાલયે ર૦૧૬માં સુપ્રિમ કોર્ટના ચાર, હાઇકોર્ટના ૧ર૬ જ્જ અને હાઇકોર્ટના જ ૧૪ ચીફ જસ્ટીસની નિયુકિતના કોલેજીયમની દરખાસ્ત મંજુર કરી હતી જે એક દાયકાનો રેકોર્ડ છે. આ સિવાય ર૦૧૭માં સુપ્રિમ કોર્ટમાં પાંચ જ્જ, હાઇકોર્ટના ૮ ચીફ જસ્ટીસ અને હાઇકોર્ટના ૧૧પ જ્જોની નિયુકિત કરવામાં આવી હતી.

(11:13 am IST)