Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ભીમા-કોરેગાંવઃ સુરક્ષા એજન્સીઓને આશંકાઃ નકસલીઓએ રચ્યું હતું ષડયંત્ર

પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એવા આંદોલનકારીઓ હતા, જે પછાતો માટે જંગના નામ પર સુનિશ્ચિત કરી રહ્યા હતા કે પોલીસ બાજુમાં થઇ જાય અને તેઓ વધુમાં વધુ સંપત્તિને નુકસાન પહોંચાડી શકે

નાગપુર તા. ૪ : પુણેના ભીમા-કોરેગાંવમાં દલિત સંગઠનોના આંદોલનની પાછળ શહેરી નકસલી કેડરનો હાથ છે. સુરક્ષા એજન્સીઓએ આવી આશંકા વ્યકત કરી છે. એજન્સીઓ મુજબ નકસલીઓએ ભીમા-કોરેગાંવમાં પ્રદર્શન અને સેમિનારનું આયોજન કર્યું જેથી વિવાદ ઉભો થાય અને તે પછી આખા મહારાષ્ટ્રમાં દલિતોનું આંદોલન ફેલાઈ જાય. ભીમા-કોરેગાંવની હિંસાના એક દિવસ અગાઉ મુંબઈમાં નકસલી ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશનની મીટિંગ શ્નયલગર પરિષદલૃના સીઝ કરાયેલા દસ્તાવેજોના આધારે એજન્સીઓ આ નિષ્કર્ષ પર પહોંચી છે.

નામ જાહેર ન કરવાની શરત પર અધિકારીઓએ જણાવ્યું કે, 'અમારી સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ્સ અને રેકોર્ડ્સ મુજબ ૩૧ ડિસેમ્બરે પુણેમાં શનિવારે વાડામાં થયેલી ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશનની 'યલગર પરિષદ'માં જોડાયેલા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નકસલવાદીઓ સાથે જોડાયેલા હતા.' તેમણે જણાવ્યું કે, 'આવા આંદોલનમાં નકસલીઓ ઘૂસી જાય છે અથવા તો હિંસા ભડકાવી દે છે. પહેલા પણ આવું જોવા મળ્યું છે.'

CM દેવેન્દ્ર ફડણવીસે પણ આ વાતનો ઈનકાર નથી કર્યો કે હિંસક આંદોલનમાં ડાબેરી અતિવાદી સંગઠનો હાથ હોઈ શકે છે. કહ્યું કે, અમે આ સંગઠનોની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ. સૂત્રોનું કહેવું છે કે પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એવા આંદોલનકારીઓ હતા, જે પછાતો માટે જંગના નામ પર સુનિશ્ચિત કરી રહ્યા હતા કે પોલીસ બાજુમાં થઈ જાય અને તેઓ વધુમાં વધુ સંપત્તિને નુકસાન પહોંચાડી શકે.

એક સિનિયર IPS અધિકારીએ કહ્યું કે પાછલા દિવસોમાં પેશવાઓના કથિત દમનકારી શાસન દરમિયાન કહેવાતા શબ્દ 'પેશવાઈ'ને કેટલાક લોકોએ નવી રીતે પરિભાષિત કરવાની કોશિશ કરી રહ્યા છે. સરકારને 'નવી પેશવાઈ' ગણાવી રહ્યા છે. આ નવા શબ્દને ગઢવાની કોશિશનો ઉલ્લેખ કરીને અધિકારીએ કહ્યું કે યલગર પરિષદની મિટિંગમાં જે દસ્તાવેજો મળ્યા છે, તેમાંથી એક નારો આ પણ છે. જેમાં લખ્યું છે, 'બધાનું આપેલું છે ભીમા-કારેગાંવ, નવી પેશવાઈ દફનાવી દો કબ્રિસ્તાનમાં' નકસલ ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા એક સિનિયર મહિલા મેમ્બરે પણ આ મિટિંગમાં ભાગ લીધો હતો. સીતાબલ્દી પોલીસ સ્ટેશનની સ્પેશિયલ બ્રાન્ચના કેટલાક મહિના પહેલા આ મહિલાની સામે પુરાવાની સાથે રિપોર્ટ તૈયાર કર્યો હતો. જોકે, તેના પર કોઈ FIR નોંધાઈ નહોતી.(૨૧.૧૦)

(9:59 am IST)
  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST