Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

જામનગર રિલાયન્સ રિફાઇનરીનો ૩ લાખ કરોડનો વીમો

પોલીસીનું પ્રિમીયમ જ રૂ. ૭૨૫ કરોડઃ દેશની સૌથી મોટી વિમા ધારક બની RIL

મુંબઇ તા. ૪ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની જામનગર ખાતે આવેલી રિફાઈનરી અને હજીરા ખાતે આવેલા પેટ્રોકેમિકલ પ્લાન્ટ માટે દુનિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ પોલિસી પૈકીની એક પોલીસી લીધી છે જેનું ઈન્શ્યોરન્સ આશરે ૩ લાખ કરોડ રૂપિયા છે. આ પોલીસી તેણે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઈન્શ્યોરન્સ પાસેથી લીધી છે, જેમાં અનેક પ્રકારના રિસ્ક કવર શામેલ છે.

૩ લાખ કરોડની પોલીસી ગત વર્ષની પોલીસીની સરખામણીમાં લગભગ ૩૩% ગણી મોટી છે. આ વધારો એટલા માટે કરાયો છે કારણ કે, હવે રિફાઈનરીની રિફિલિંગ કેપિસિટી વધીને ૧.૨૪ મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે. આ પોલીસીનું પ્રીમિયર અંદાજે ૭૨૫ કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે.

બીજી તરફ આ કોન્ટ્રાકટ અંગે બંને ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી કોઈપણ નિવેદન આપવામાં આવ્યું નથી. ઈન્શ્યોરન્સ બ્રોકર્સ અનુસાર, ઈન્શ્યોરન્સ ફીલ્ડની જાયન્ટ કંપનીઓ GIC અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સે રિલાયન્સને ગ્લોબલ માર્કેટ કરતા પ્રમાણમાં સારી પોલીસી આપીને મદદ કરી આપી છે.

RIL આ ઐતિહાસિક વીમા કવર સાથે રીતે દેશમાં સૌથી મોટી પોલીસી બાયર બની ગઈ છે. જયારે ONGC ભારતથી ઉદભવતા ઓફશોર કવરના સૌથી મોટા ખરીદદાર તરીકે વપરાય છે. તાજેતરના ક્ષમતામાં ઉમેરા સાથે, આરઆઇએલ એકંદરે સૌથી મોટા ખરીદદાર બની હોવાનું જણાય છે. મંગળવારે, રિલાયન્સે જણાવ્યું હતું કે તેણે સફળતાપૂર્વક વિશ્વની સૌપ્રથમ અને સૌથી મોટી રિફાઈનરી ઓફ-ગેસ ક્રેકર (આરઓજીસી)ની જટિલ ૧.૫ એમએમટીપીએની ક્ષમતાની ડિઝાઇન હાંસલ કરી લીધી છે.(૨૧.૭)

(9:40 am IST)
  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST