Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કેનેડાના ૧૫ શીખ ગુરુદ્વારાઓમાં ભારતીય ઓફિસરો માટે પ્રવેશ ઉપર પાબંદી : ઇન્‍ડિયન એમ્‍બસી તથા સરકારી ઓફિસરો દ્વારા કેનેડામાં વસતા શીખોના જીવનમાં કરાતી દખલને ધ્‍યાને લઇ નિર્ણય લેવાયો : વ્‍યકિતગત કારણો સાથે માથુ ટેકવવા આવતા ઓફિસરો માટે વેલકમ

ઓન્‍ટારિયો :  કેનેડાના ઓન્‍ટારિયોમાં  આવેલા ૧૫ શીખ ગુરુદ્વારાના સંચાલકોએ ઇન્‍ડિયન એમ્‍બસી તથા સરકારી ઓફીસરો દ્વારા કેનેડામાં વસતા શીખોના જીવનમાં કરાઇ રહેલી દખલગીરીને ધ્‍યાને લઇ તેઓના ગુરુદ્વારાઓમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

અલબત વ્‍યકિતગત કારણો સાથે આવતા ઓફિસરોને માથું ટેકવવા અને અરદાસ માટે મંજુરી અપાશે. તેવું ૩૦ ડિસેં. ૨૦૧૭ ના રોજ જેટપ્રકાશ ગુરુદ્વારામાં મળેલી ૧૫ ગુરુદ્વારાઓના સંચાલકોની મીટીંગમાં નકકી કરાયું હતું. જે અંતર્ગત સંગતની સુરક્ષા નકકી કરવાની જવાબદારી ગુરુદ્વારા એડમિનીસ્‍ટ્રેશનની હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે કેનેડામાં અંદાજે ૪ લાખ ૬૭ હજાર જેટલા શીખો રહે છે.

 

(10:40 pm IST)