Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

‘‘મરીયમ શરીફ'': પાકિસ્‍તાનના પૂર્વ પ્રાઇમ મિનીસ્‍ટર નવાઝ શરીફની પુત્રીએ વિશ્વની સૌથી શક્‍તિશાળી મહિલાઓમાં ૧૧મું સ્‍થાન મેળવ્‍યું: મહિલાઓના હક્કો માટે અવાજ ઉઠાવવાની સાથે સુંદરતા અને સ્‍માર્ટનેસમાં પણ અવ્‍વલ

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દિકરી મરીયમ નવાઝએ વિશ્વની સૌથી શક્‍તિશાળી મહિલાઓની યાદીમાં ૧૧મો ક્રમ હાંસલ કર્યો છે.

ન્‍યુયોર્ક ટાઇમ્‍સએ ૨૦૧૭ની સાલની વિશ્વની સૌથી શક્‍તિશાળી મહિલાઓની જાહેર કરેલી યાદીમાં તેણે ૧૧મું સ્‍થાન મેળવ્‍યું છે. જેમાં દર્શાવ્‍યા મુજબ મરિયમ તેના પિતાની રાઇટ હેન્‍ડ તરીકે ઊભરી આવી છે.

તે હંમેશા મહિલાઓના હક્ક માટે અવાજ ઉઠાવતી રહી હોવા ઉપરાંત તેની પર્સનાલીટી પણ પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન સ્‍વ.બેનઝીર ભુટ્ટો જેવી છે તે પોતાની સુંદરતા તથા સ્‍માર્ટનેસ માટે પણ સુવિખ્‍યાત છે.

(10:36 pm IST)