Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

પાંચમી T20માં ઓસ્ટ્રેલિયાનો 6 રને પરાજય :ભારતે સીરિઝ 4-1થી જીતી

મુંબઈ : પાંચમી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાનો 6 રને પરાજય થયો છે, આ મેચ જીતવા સાથે ભારતએ 4-1 થી સિરીઝ જીતી લીધી છે, યુવા ખેલાડીઓના જોશ અને ઉત્સાહથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝની શરૂઆત જે રીતે જ જોરદાર રીતે કરી હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પાંચમી અને છેલ્લી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર પોતાના બોલરોના દમ પર નાના સ્કોરનો બચાવ કર્યો અને ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે. તેમજ સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત કેપ્ટનશીપ મેળવ્યા બાદ જબરદસ્ત ઓડિશન આપ્યું છે.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે 3જી ડિસેમ્બરે યોજાયેલી આ મેચમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઘણા રન થશે, જેમ કે આ મેદાન પર હંમેશા એવું રહ્યું છે. જો કે, ચિન્નાસ્વામીની પીચે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને ઓછા સ્કોર સાથેની રોમાંચક મેચ જોવા મળી હતી. સતત ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સતત બીજી મેચમાં તેના બેટ્સમેનોએ બોલરોની મહેનતને બગાડી નાખી હતી.

 

(12:02 am IST)