Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

શિવરાજ સિંહ ચૌહાણ એક લાખથી વધુ મતોથી જીત્યા બુધનીમાં કોંગ્રેસના વિક્રમ મસ્તલને હરાવ્યા.

સીએમ શિવરાજ સિંહ ચૌહાણ વર્ષ 2008, 2013, 2018 અને 2023 માં બુધની બેઠક પરથી સતત વિધાનસભા ચૂંટણી જીત્યા

મધ્યપ્રદેશના  મુખ્યમંત્રી અને બુધનીથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ જંગી બહુમતીથી જીત્યા છે. તેમણે કોંગ્રેસના વિક્રમ મસ્તલને 1,04,974 મતોના માર્જિનથી હરાવ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણને કુલ 1,64,951 વોટ મળ્યા છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પરંપરાગત સીટ બુધનીથી 2006થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. આ પહેલા સીએ શિવરાજે 2006માં બુધની પેટાચૂંટણી જીતી હતી.

આ પછી, સીએમ શિવરાજ સિંહ ચૌહાણ વર્ષ 2008, 2013, 2018 અને 2023 માં બુધની બેઠક પરથી સતત વિધાનસભા ચૂંટણી જીત્યા છે. આ વખતે બુધની સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સામે 11 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 5 રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હતા અને 6 ઉમેદવારો અપક્ષ મેદાનમાં હતા. આ વખતે કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સામે ફિલ્મ અભિનેતા વિક્રમ મસ્તલને મેદાનમાં ઉતાર્યા હતા. બુધની વિધાનસભા સીટ પરથી સીએમ શિવરાજ સિંહ ચૌહાણને 70 ટકાથી વધુ વોટ મળ્યા છે. બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ મસ્તલને માત્ર 25.71 ટકા મત મળ્યા છે.

 

(10:04 pm IST)