Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની દતિયા બેઠક પરથી કારમી હાર

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયા બેઠક પરથી અને કૃષિ મંત્રી કમલ પટેલ પણ હરદામાંથી હારી ગયા: બંને જિલ્લામાં પુન: મતગણતરી પુનઃ મતગણતરી બાદ પણ બંને મંત્રીઓ હારી ગયા

મધ્યપ્રદેશના ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર નરોત્તમ મિશ્રાને દતિયા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક્ઝિટ પોલ પર નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં ફરી સરકાર બનાવવા જઈ રહી છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયા બેઠક પરથી કોંગ્રેસના રાજેન્દ્ર ભારતી સામે ચૂંટણી હારી ગયા હતા. કૃષિ મંત્રી કમલ પટેલ પણ હરદામાંથી હારી ગયા. બંને જિલ્લામાં પુન: મતગણતરી કરવામાં આવી હતી, પુનઃ મતગણતરી બાદ પણ બંને મંત્રીઓ હારી ગયા હતા.

 

(10:01 pm IST)