Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

ત્રણ રાજ્યોની જીતમાં યુપી ભાજપના દિગ્ગજ નેતાઓએ લગાવી તાકાત :સીએમ યોગીએ 15 દિવસમાં 57 રેલી અને રોડ શો કર્યા.

ચૂંટણી પરિણામોના કારણે ભાજપની રાષ્ટ્રીય રાજનીતિમાં યોગી આદિત્યનાથનું કદ વધ્યું

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની ચૂંટણી જીતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતાએ પણ ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ત્રણેય રાજ્યોમાં સૌથી વધુ માંગ સીએમ યોગીની રેલી અને રોડની હતી. યોગીએ નવેમ્બર મહિનામાં માત્ર 15 દિવસમાં 92 ઉમેદવારોના સમર્થનમાં 57 રેલીઓ અને રોડ શો કર્યા. યોગી જ્યાં પણ ગયા ત્યાં મોટાભાગની સીટો પર ભાજપનો ઝંડો લહેરાયો. ચૂંટણી પરિણામોના કારણે ભાજપની રાષ્ટ્રીય રાજનીતિમાં યોગીનું કદ વધ્યું છે. યોગી આધ્યાત્મિક સંત, કડક પ્રશાસક અને લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે દેશમાં ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. ચાર રાજ્યોમાં સ્થળે સ્થળે યોગીના રોડ શો અને રેલીઓની માંગ ઉઠી હતી. સીએમ યોગીએ નવેમ્બરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. તેલંગાણામાં 15 ઉમેદવારો માટે મત અને સમર્થન મેળવવા બે દિવસમાં 8 રેલીઓ યોજી.

 

(9:57 pm IST)