Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

ભાજપ કાર્યાલયે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મોરી બેઠક શરૂ:નિરીક્ષકોની થશે પસંદગી

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં નિરીક્ષકોની પસંદગી કરાશે

નવી દિલ્હી : દેશના ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પરિણામ જાહેર થતા ભાજપનો તેલંગાણા સિવાય ત્રણ રાજ્યોમાં વિજય થયો છે, દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપના વિસ્તરણ કાર્યાલયમાં બેઠક શરૂ થઈ છે.

 બેઠકમાં ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં નિરીક્ષકોની પસંદગી કરવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ હાજરી આપવાના સમાચાર છે.

 

(9:53 pm IST)