Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

ત્રણ રાજ્યોમાં ભાજપની લીડ બાદ હવે પાર્ટીએ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાંજે 6.30 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર કાર્યકર્તાઓને સંબોધિત કરશે

નવીદિલ્હી : ચાર રાજ્યોમાં મત ગણતરીના પ્રારંભિક વલણોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે. સવારે મતગણતરી પહેલા કોંગ્રેસે ફટાકડા ફોડીને દિલ્હીથી ભોપાલ સુધી ઉજવણી કરી હતી, પરંતુ વલણો પક્ષની વિરુદ્ધ થઈ ગયા. ત્રણ રાજ્યોમાં ભાજપની લીડ બાદ હવે પાર્ટીએ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સાંજે 5 વાગ્યાથી ભાજપના મુખ્યાલયમાં ઉજવણી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પહોંચ્યા બાદ પીએમ મોદી બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

(12:40 pm IST)