Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

રાજસ્થાન અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 1 વોટથી જીત મેળવી બાજી પલટી નાખી હતી

એઆર કૃષ્ણમૂર્તિ વિધાનસભા ચૂંટણીમાં 1 વોટથી હારનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા

રાજસ્થાનના રાજકારણના ઇતિહાસમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.રાજસ્થાનની નાથદ્વારા બેઠક ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવે છે. 2008માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર રોમાંચક મુકાબલો થયો હતો.2008માં સીપી જોશી રાજસ્થાનની નાથદ્વારા સીટ પરથી વિધાનસભા ચૂંટણીમાં 1 મતથી હારી ગયા હતા.

વર્ષ 2004ની કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં એક વોટે બાજી પલટી દીધી હતી. કર્ણાટકના સંતેમરાહલ્લી મતવિસ્તારમાં બે મુખ્ય દાવેદારો જનતા દળ સેક્યુલરના એઆર કૃષ્ણમૂર્તિ અને કોંગ્રેસના ધ્રુવ નારાયણ હતા. અહીં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું. જો કે પરિણામોમાં કૃષ્ણમૂર્તિને 40 હજાર 751 વોટ મળ્યા, જ્યારે સામે હરીફ ધ્રુવનારાયણને 40 હજાર 752 વોટ મળ્યા. માત્ર 1 વોટથી કોંગ્રેસના ધ્રુવ નારાયણ જીતી ગયા હતા.તો એઆર કૃષ્ણમૂર્તિ વિધાનસભા ચૂંટણીમાં 1 વોટથી હારનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

(11:47 am IST)