Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

પ રાજયના પગલે ૭ વર્ષના કોંગી દિગ્‍ગજ કમલનાથની રાજકીય કારકિર્દીનો હવે ?

કમલનાથ ભારતીય રાજનીતિનો એક મોટો ચહેરો છે. ત્યારે રાજકારણમાં કેન્દ્રની વાત હોય કે પછી મધ્યપ્રદેશની કમલનાથ કોંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કેન્દ્રિય મંત્રી પણ રહી ચૂક્યા છે અને 15 મહિના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.77 વર્ષની વયે પણ કમલનાથની હિંમત અને ઉત્સાહ અકબંધ છે.

નવી દિલ્‍હીઃ 5 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આજે આ રાજ્યમાં કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ જશે.કમલનાથનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુરમાં થયો હતો. પરંતુ આજે તેને ઓળખ છિંદવાડાથી મળી છે. કમલનાથે પોતાના રાજનીતિ કરિયરની શરુઆત 1968થી કરી હતી.

કમલનાથે પોતાના રાજનીતિ કરિયરની શરુઆત 1968થી કરી હતી.ત્યારે તે યુથ ક્રોંગ્રેસમાં સામેલ થયા હતા. ત્યારબાદ તે ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર સભ્ય બન્યા હતા. કમલનાથ સતત કોંગ્રેસના મહાસચિવ પણ રહ્યા. ગાંધી પરિવાર સાથેની તેમની નિકટતાને કારણે 2018માં, વિધાનસભા ચૂંટણી પહેલા, તેમને મધ્ય પ્રદેશ કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી અને ભોપાલ મોકલવામાં આવ્યા. કમલનાથ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને 15 વર્ષ પછી કોંગ્રેસને સત્તામાં લાવ્યા હતા.

સાંસદ રહેતા ક્રોંગ્રેસ નેતા કમલનાથે અનેક જવાબદારીઓ નિભાવી છે. 2018માં મધ્યપ્રદેશના મખ્યમંત્રીના રુપમાં શપથ લીધા હતા. કોંગ્રેસને હાર નિશ્‍ચિત બની છે ત્‍યારે  કમલનાથનું રાજકીય કરિયર પૂર્ણ થઈ શકે છે. કારણ કે, હાલમાં તેની ઉંમર 77 વર્ષની છે. જો આજે તે હાર થશે તો આગામી ચૂંટણીમાં તેની ઉંમર 82 વર્ષની થઈ જશે. તેઓ ખૂદ છીંછવાડાથી પાછળ રહી ગયા છે.

કમલનાથની સંસદીય ઇનિંગ્સ 1980માં છિંદવાડાથી શરૂ થઈ હતી. તેઓ કોંગ્રેસની ટિકિટ પર અહીંથી પહેલીવાર સાંસદની ચૂંટણી જીત્યા હતા. એ પછી પાછું વળીને જોયું નથી. તેઓ વર્ષે 1984, 1989, 1991, 1998, 99, 2004, 2009, 2014માં સતત 9 વખત છિંદવાડાથી સાંસદ રહ્યા હતા.

સૌથી મોટો મુકાબલો રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે હોવાનું માનવામાં આવે છે, મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. અને જબરો વિજય મેળવી રહ્યા છે ત્‍યારે હવે કોંગ્રેસના કમલનાથની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ શકે છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી પર પણ સવાલ છે, તેથી તેમણે આ ચૂંટણીમાં ઘણી મહેનત કરી છે. ભાજપ જીતી રહ્યું છે ત્‍યારે વસુંધરા રાજે મુખ્યમંત્રી બનશે કે અન્ય કોઈ, આ મોટો પ્રશ્ન છે.

(11:39 am IST)