Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

યુએસ એરફોર્સનો ઘડાકોઃ વિશ્‍વ સમક્ષ બી-ર૧ રાઇડર ફાઇટર એકક્રાફટ રજુ કર્યુ

 પરંપરાગત અને પરમાણુ હથિયારો લઇ જવા સક્ષમઃ પાઇલોટ વગર ઉડી શકે છે

નવી દિલ્‍હી, તા.૩, યુએસ એર ફોર્સની ટીમે સિધ્‍ધી હાંસલ કરીને ન્‍યુકિલયર બેમ્‍બર વિમાન દુનિયા સમક્ષ રજુ કર્યુ છે. આ એરક્રાફ્ટ પરંપરાગત અને પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.

અમેરિકા તેને ધીમે ધીમે શીત યુદ્ધ યુગના પરંપરાગત શસ્ત્રોથી બદલી દેશે.

આ નવા બોમ્બર્સ જે 30 વર્ષ પછી આવ્યો છે, તેની કિંમત $700 મિલિયન હશે અને તે પરમાણુ અને પરંપરાગત શસ્ત્રો લઇ જવામાં સક્ષમ હશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બર્સ ધીમે-ધીમે B1 ​​અને B2 મોડલને રિપ્લેસ કરશે.

યુએસ એરફોર્સનું કહેવું છે કે B-21 એરફોર્સના બોમ્બર્સનો કાફલો ભવિષ્યની કરોડરજ્જુ સાબિત થશે.

નોર્થ્રોપ ગ્રુમેન દ્વારા બનાવવામાં આવેલ આ એરક્રાફ્ટ પાયલોટ વગર પણ ઉડી શકે છે.

આ ફાઈટર એરક્રાફ્ટ વિશે વધુ માહિતી હજુ સુધી શેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સાઈઝ અને સ્પીડ એવી છે કે તેને દુશ્મનને જોઈ પણ શકશે નહીં.

ન્યૂઝ એજન્સી એએફપી નોર્થ્રોપ ગ્રુમેને જણાવ્યું છે કે આવા છ એરક્રાફ્ટ હાલમાં નિર્માણ અને પરીક્ષણના વિવિધ તબક્કામાં છે.

(10:18 pm IST)