Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જે લોકો કોંગેસ છોડી ગયા છે તેને પરત ન આવવા દેવા જોઈએ: જયરામ રમેશના પ્રહારો

કોંગેસના સિનિયર નેતાના નાગરિક ઉદ્યાન મંત્ર ઉપર ટીપણીથી વિવાદ

નવી દિલ્હી: કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર ટિપ્પણી કરીને રાજકીય વિવાદ ઉભો કર્યો છે. શું કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં પરત આવશે? આ સવાલના જવાબમાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ સિંધિયા “24 કેરેટ ગદ્દાર” છે, પાર્ટીમાં તેમની વાપસીનો કોઇ સવાલ જ ઉભો નથી થતો. મહત્વપૂર્ણ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા બે વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો પોર્ટફોલિયો મળ્યો છે.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન મધ્ય પ્રદેશના આગર માલવામાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે પાર્ટી છોડ્યા બાદ ગરિમાપૂર્ણ ચુપ્પી બનાવી રાખનારા કપિલ સિબ્બલ જેવા લોકોને પાર્ટી પરત ફરવાની પરવાનગી આપી શકે છે પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા અથવા હિમંત બિસ્વા સરમા જેવા લોકોને નહી. આ પ્રસંગે કોંગ્રેસના મીડિયા પ્રમુખ જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને 24 કેરેટ દેશદ્રોહી પણ કહ્યા હતા. એમ પૂછવામાં આવતા કે જો કોઇ પાખંડી નેતા પરત આવવા માંગે છે તો કોંગ્રેસ પાર્ટીનું શું વલણ હશે? જયરામ રમેશે કહ્યુ, “મને લાગે છે કે જે લોકો કોંગ્રેસ છોડી ચુક્યા છે, તેમનું પરત સ્વાગત ના કરવુ જોઇએ.

રમેશે કહ્યુ જેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને ગાળ આપી તેમને પાર્ટીમાં પરત ના લેવા જોઇએ પરંતુ જેમણે પાર્ટની ગરિમાનો સાથ છોડ્યો અને ગરિમાપૂર્ણ ચુપ રહ્યા, તેમણે ફરી પાર્ટીમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે જયરામ રમેશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન સાથે પદયાત્રા કરી રહ્યા છે, તેમણે કહ્યુ, હું પોતાના પૂર્વ સહયોગી અને એક સારા મિત્ર કપિલ સિબ્બલ વિશે વિચારી શકુ છુ જેમણે કોઇ કારણથી પાર્ટી છોડી દીધી પરંતુ સિધિંયા અને હિમંત બિસ્વા સરમા વિશે નહી.

આ વચ્ચે જયરામ રમેશની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા મધ્ય પ્રદેશ ભાજપના સચિવ રજનીશ અગ્રવાલે કહ્યુ કે સિંધિયા મજબૂત સાંસ્કૃતિક મૂળ ધરાવનારા 24 કેરેટ દેશભક્ત છે, તેમણે કહ્યુ કે સિંધિયા અને સરમા બન્ને પાસે પોતાના કામ માટે 24 કેરેટની પ્રતિબદ્ધતા છે. રમેશની ટિપ્પણી અસંસ્કૃત અને પુરી રીતે અલોકતાંત્રિક છે. મહત્વપૂર્ણ છે કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ 2015માં પાર્ટીની ચૂંટણી હાર માટે રાહુલ ગાંધીના કુમેનેજમેન્ટને જવાબદાર ઠેરવતા કોંગ્રેસ છોડી દીધી હતી. ભાજપમાં સામેલ થયા બાદ પહેલા કેન્દ્રીય મંત્રી અને બાદમાં આસામના મુખ્યમંત્રી બનેલા સરમા ફાયરબ્રાંડ નેતાના રૂપમાં લોકપ્રિય છે. સિંધિયાએ 2020માં કોંગ્રેસ છોડી દીધી હતી.

(7:59 pm IST)