Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

લ્‍યો બોલો... લગ્ન પહેલા થાય છે કરારઃ દુલ્‍હનની મરજી વિરૂધ્‍ધ તેને દુલ્‍હો સ્‍પર્શ પણ કરી શકતો નથી

ચીનમાં વિચિત્ર પ્રથા : મરજી વગર ‘સંબંધ' પણ બાંધી ન શકાય

બીજીંગ,તા. ૩ : લગ્નને લઈને દુનિયાભરમાં વિવિધ વિધિઓ કરવામાં આવે છે. કેટલીક જગ્‍યાઓની પરંપરા એવી છે કે તમને જાણીને નવાઈ લાગશે. આપણા પાડોશી દેશ ચીનની વાત કરીએ તો અહીં લગ્ન દરમિયાન આવી ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે જે જોઈને તમને આヘર્ય થશે. અહીં રડવાથી લઈને કન્‍યાને સ્‍પર્શ કરવા સુધીની પરંપરા બનાવવામાં આવી છે. અહીંના લોકો ભલે ગમે તેટલા આધુનિક બની જાય, તેમની પરંપરાને અનુસરવાનું ભૂલતા નથી. આવો જણાવીએ ચીનમાં લગ્નમાં ચાલતી પરંપરા વિશે..

ચીનમાં આધુનિક પヘમિી શૈલીના લગ્નમાં ફલર્ટ કરવાનો રિવાજ છે. વરરાજા અને વરરાજાની તેમના સંબંધીઓ અને મિત્રો દ્વારા છેડતી કરવામાં આવે છે. જો કે આ વિધિ સદીઓથી ચાલી આવે છે. અગાઉ દુલ્‍હનની તેના સાસરિયામાં છેડતી કરવી પડતી હતી. પરંતુ હવે આ વિધિ માત્ર મનોરંજન માટે કરવામાં આવે છે. લગ્નમાં આવનાર મહેમાનો આ વિધિ જોવા માટે ઉત્‍સાહિત છે.

આ વિધિ વિશે કહેવામાં આવે છે કે ચીનમાં પ્રાચીન સમયમાં નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવતા હતા. જેના કારણે વર-કન્‍યાને સેક્‍સ વિશે ખબર ન હતી. આ વિધિ દ્વારા તેમને શારીરિક સંબંધ કેવી રીતે બાંધવો તે જણાવવામાં આવ્‍યું હતું.

એટલું જ નહીં લગ્ન પછી વરરાજાના પરિવાર સાથે કરાર કરવામાં આવે છે. જેમાં લખ્‍યું છે કે વરરાજા દુલ્‍હનને તેની પરવાનગી વિના સ્‍પર્શ કરી શકે નહીં અને ન તો તેને દારૂ પીવા માટે દબાણ કરી શકે. એટલે કે લગ્ન બાદ યુવતીની પરવાનગી બાદ જ તેનો પતિ તેની સાથે સંબંધ બાંધી શકે છે.

 ચીનમાં લગ્ન દરમિયાન બીજી એક વિચિત્ર વિધિ કરવામાં આવે છે. દક્ષિણ પヘમિ ચીનના સિચુઆન પ્રાંતના તુજિયા જનજાતિમાં લગ્નના એક મહિના પહેલા દુલ્‍હનને રડવું પડે છે. જે કન્‍યા એક મોટા હોલમાં રહેવા જઈ રહી છે તે દરરોજ લગભગ ૧ કલાક બેસીને રડે છે.

૧૦ દિવસ પછી તેની સાથે માતા પણ રડે છે. પછી ૧૦ દિવસ પછી દાદી કન્‍યા સાથે રડતા જોડાય છે. પછી બહેનો, કાકીઓ અને કાકાઓ તેની સાથે રડે છે. રિપોર્ટ્‍સ અનુસાર, રડતી વખતે એક ખાસ ગીત વગાડવામાં આવે છે જેના પર દરેક લોકો રડે છે. તેને ક્રાઇંગ મેરેજ સોંગ કહેવામાં આવે છે.

સદીઓથી ચાલી આવતી આ પરંપરા વિશે કહેવામાં આવે છે કે જો દુલ્‍હન ન રડે તો ગામમાં મજાક બની જાય છે. લોકો તેમના પરિવારને ખરાબ પેઢી માને છે. તેથી જ જયારે છોકરીને રડવું નથી આવડતું ત્‍યારે તેની માતા તેને માર મારીને રડાવે છે.

(10:23 am IST)