Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જયપુરમાં દક્ષિણ આફ્રીકાથી પરત ફરેલા એક પરિવારના 4 સભ્યને કોરોના પોઝીટીવ : સંપર્કમાં આવેલા 5 સગાઓ પણ સંક્રમિત થયા

જીનોમ સિક્વન્સિંગ તપાસ માટે તેમના નમૂના લેવાયા:દક્ષિણ આફ્રીકાથી પરત ફરેલા લોકોને આરયૂએચએસ હોસ્પિટલમાં અને અન્ય 5 લોકોને તેમના ઘરમાં જ આઇસોલેટ કરાયા

જયપુર : દેશમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનને લઇને વધતી ચિંતાઓ વચ્ચે સંક્રમણના નવા કેસથી સ્વાસ્થ્ય વિભાગ અલર્ટ થઇ ગયું છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર સંક્રમિત લોકોને અહીં RUHS હોસ્પિટલમાં આઇસોલેટમાં રાખવામાં આવ્યા છે અને જીનોમ સિક્વન્સિંગ તપાસ માટે તેમના નમૂના લેવામાં આવ્યા છે.

જયપુરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. નરોત્તમ શર્માએ કહ્યું કે, સગાઓમાં એક પરિવારના કુલ 14 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 9ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંપર્કોની તપાસ કરતા જાણ થઇ કે તેમાંથી કેટલાક લોકો હાલમાં જ દક્ષિણ આફ્રીકાથી પરત ફર્યા હતા.

(9:34 pm IST)