Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કેન્દ્રીયમંત્રી આરોગ્ય માંડવિયાએ કહ્યું- 58 ફ્લાઈટના 16 હજાર પ્રવાસીઓ ભયના ઓથાર હેઠળ :18 લોકોના રિપોર્ટ પોઝિટિવ

નવી દિલ્હી :કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ લોકસભામાં જણાવ્યું હતું કે, 58 ફ્લાઈટના 16 હજાર પ્રવાસીઓ ભયના ઓથાર હેઠળ છે, જેમાંથી 18 લોકો પોઝિટિવ આવ્યા છે.

 

મનસુખભાઈ  માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, 58 દેશના કુલ 16 હજાર પ્રવાસીઓનો RT-PCR ટૅસ્ટ કરવામાં આવ્યો છે, જે પૈકી 18 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે, ઓમિક્રોનનો ભય વધુ છે. 

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ લોકસભામાં આ જાણકારી આપી હતી, આ સાથે જ તેમણે સદનમાં કહ્યું કે, તેને ઈન્સ્ટોલ કરવાની જવાબદારી કંપનીને આપવામાં આવી હતી તથા હોસ્પિટલોને ટ્રેનિંગ આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું, દેશભરના તમામ રાજ્યોમાં અત્યાર સુધીમાં 42000 પ્રમાણપત્રો આપવામાં આવી ચૂક્યા છે કે વેન્ટિલેટર ઈન્સ્ટોલ થઈ ચૂક્યા છે અને બરાબર કાર્યરત છે. 

(9:28 pm IST)