Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

આ મહિલાએ બ્લાઉઝ વગર સાડી પહેરીઃ સુંદર સાડી નીચે બ્લાઉઝ પહેરવાની જગ્યાએ મહેંદી ડિઝાઈન મુકાવી

નવી દિલ્હી, તા.૩: હાલના દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર દરરોજ લગ્ન અટેંડ કરતા લોકોના ફોટો દેખાતા હોય છે. ખાસ કરીને મહિલાઓ પોતાના નવા નવા ટ્રેંડ અને ફૈશનને લઈને ખૂબ એકિટવ છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ બ્લાઉઝ પહેરવાની જગ્યાએ અનોખી રીતે એકસપેરિમેંટ કર્યું છે. હકીકતમાં આ મહિલાએ સાડીની સાથે ટ્રેડિશનલ બ્લાઉઝ પહેરવાની જગ્યાએ મહેંદીથી બ્લાઉઝ બનાવ્યું છે.

કપડાનું બ્લાઉઝ પહેરવાની જગ્યાએ આ મહિલાએ પોતાના શરીર પર ઉપરના ભાગે મહેંદીથી ડિઝાઈન બનાવી છે. મહિલાએ તેની સાથે સફેદ રંગની સાડી પહેરી છે. જોવામાં તે એકદમ અસલી ડિઝાઈનર બ્લાઉઝ માફક દેખાઈ છે. મહેંદીથી બનેલા આ બ્લાઉઝનો વીડિયો ચારે તરફ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને લગ્નમાં દુલ્હન તેને આખા હાથમાં અને પગમાં લગાવતી હોય છે.

ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો હિના બ્લાઉઝ વ્હાટ નેકસ્ટ ? કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો વિચિત્ર પ્રકારની કમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈ આ મહિલાની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે, તો વળી કોઈ તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝર્સે તો લખ્યું હતું કે, ફૈશનના નામ પર કંઈ પણ બતાવી દેવાનું. કંઈક તો શરમ કરો. તો વળી એકે લખ્યું છે કે, સિલાઈના પૈસા બચાવા માટેનો આ સારો પ્લાન છે. આમ આવી રીતે લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.

(3:41 pm IST)