Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

'મને કેમ જન્મ આપ્યો ?' માતાના ડોકટર પર યુવતીએ કર્યો કેસ : કરોડો રૂપિયા જીતી

 

નવી દિલ્હી તા. ૩ : મોટાભાગે જયારે પણ કોઈ મહિલા માતા બને છે ત્યારે ડોકટરને અનેક આશીર્વાદ મળે છે. પરંતુ હાલમાં જ બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૨૦ વર્ષની વિકલાંગ યુવતીએ તેની માતાના ડોકટર પર કેસ કરીને લાખોનું વળતર મેળવ્યુ છે. યુવતીએ ડોકટર સામે દાવો માંડ્યો હતો કે, તેનો કોઈ પણ સંજોગોમાં જન્મ થવો જોઇતો ન હતો. યુવતી એવી ટુમ્બ્સનું કહેવું છે કે, જો તેની માતાના ડોકટર ઇચ્છતા તો તે તેને આ દુનિયામાં આવતા રોકી શકયા હોત.

હવે આ મામલો સોશિયલ મીડિયાની દુનિયામાં પણ ખૂબ છવાયેલો છે. હકીકતમાં, મોટાભાગના લોકો પૂછી રહ્યા છે કે, છોકરીએ ડોકટર પર કેસ કર્યો તે પછી શું થયું. વર્ષ ૨૦૦૧માં, બ્રિટિશ છોકરી એવી ટુમ્બ્સનો જન્મ લિપોમીલોમેનિંગોસેલ સાથે થયો હતો. આ એક પ્રકારની વિકલાંગતા છે જેને મેડિકલ સાયન્સની ભાષામાં સ્પાઇના બિફિડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિમારીને કારણે, એવીએ ડોકટર પર દાવો કરતી વખતે વળતર માંગ્યુ હતુ.

એવીએ ડો. ફિલિપ મિશેલ પર દાવો માંડ્યો છે કે, તેઓ તેની માતાને યોગ્ય દવાઓની સલાહ આપવામાં નિષ્ફળ રહ્યા છે. એવિનું કહેવું છે કે, ડોકટરે યોગ્ય સલાહ ન આપી જેના કારણે તે જન્મથી જ વિકલાંગ બની હતી. જો ડોકટર મિશેલે ગર્ભાવસ્થા દરમિયાન તેની માતાને યોગ્ય દવાની સલાહ આપી હોત તો તે આજે સામાન્ય જીવન જીવી રહી હોત. પરંતુ તેની ખરાબ હાલત માટે ડોકટર જવાબદાર છે.

એટલા માટે એવીએ ડોકટર પાસે લાખો પાઉન્ડની નુકસાની માંગી. એવીની માતા હવે ૫૦ વર્ષની છે, તેણે ૩૦ વર્ષની ઉંમરે ડોકટર મિશેલ પાસેથી તેની ડિલિવરી કરાવી હતી. ડો. મિશેલે ત્યારપછી એવિની માતાને ફોલિક એસિડ લેવાની સલાહ આપી હતી, પરંતુ સ્પાઇના બિફિડાના નિવારણમાં તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી. એવીની માતાએ કહ્યું કે, ડોકટરે તેને કહ્યું હતુ કે, જો તે સારો આહાર લેશે તો તેને ફોલિક એસિડની જરૂર નથી.

આ કિસ્સામાં, જજ રોસાલિન્ડ કોએ કયુસીએ એવીના કેસને ટેકો આપ્યો હતો અને લંડન હાઈકોર્ટમાં સીમાચિહ્રનરૂપ ચુકાદો આપ્યો હતો. જેમાં એવું માનવામાં આવતું હતું કે, જો તેની માતાને યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હોત તો તેણીને ગર્ભા મોડો રાખ્યો હોત. 'ગર્ભાવસ્થા પછી, મહિલાએ સામાન્ય બાળકને જન્મ આપ્યો હોત,' તેથી જજે ચુકાદો આપતાં, ડોકટરને નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો.

(2:47 pm IST)