Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ફિલ્મ નિર્માતા મહિલા લીના મણીમેકા લાઇનો પાસપોર્ટ રદ કરવાના નિર્ણયને મદ્રાસ હાઇકોર્ટમાં પડકાર : નામદાર કોર્ટે પાસપોર્ટ ઓથોરીટીનો નિર્ણય રદ કરતો ચુકાદો આપ્યો : ર૦૧૯ની સાલનો ક્રિમીનલ કેસ પેન્ડીંગ હોવાથી પાસપોર્ટ રદ કરાયો હતો

ચેન્નાઇ, તા. ૩ : ફિલ્મ નિર્માતા મહિલા લીના મણીમેકાલાઇનો પાસપોર્ટ રદ કરી દેવાના નિર્ણયને મદ્રાસ હાઇકોર્ટમાં પડકારાયો હતો. જેના અનુસંધાને નામદાર કોર્ટે પાસપોર્ટ ઓથોરીટીના નિર્ણયને રદ કરતો ચુકાદો આપ્યો છે.

લીનાએ ર૦૧૮ ની સાલમાં ફિલ્મ ડીરેકટર તથા પ્રોડકયુસર સુશ્રી ગણેશને વિરૂધ્ધ સેકસી ત્રાસ આપવા સામે આક્ષેપ કર્યો હતો. જેથી સુશ્રી ગણેશને લીના વિરૂધ્ધ ર૦૧૯ની સાલમાં બદનક્ષી કેસ નોધાવ્યો હતો. જે પેન્ડીંગ છે જે કારણસર પાસપોર્ટ ઓથોરીટીએ લીનાનો પાસપોર્ટ રદ કર્યો હતો.

આથી લીનાએ પાસપોર્ટ ઓથોરીટીના નિર્ણયને મદ્રાસ હાઇકોર્ટમાં પડકારતા જણાવ્યું હતું કે ક્રિમીનલ કેસનો ચુકાદો આવે ત્યાંસુધી પાસપોર્ટ જ કરવાનો નિર્ણય ગેરકાયદે છે. જેથી નામદાર કોર્ટે તેમની દલીલ માન્ય રાખી પાસપોર્ટ ઓથોરીટીનો નિર્ણય રદ કરતો ચુકાદો આપ્યો હતો. તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(2:19 pm IST)