Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

અમેરિકા : ન્યુયોર્કમાં પાંચ લોકો ઓમીક્રોનથીઙ્ગસંક્રમિત : બાઈડન સરકાર સતર્ક

રસીકરણ કરાવેલું હોય, ગમે તે દેશના યાત્રિકોએ એક દિવસ પહેલા કોરોનાનીઙ્ગતપાસ કરાવી જરૂરી : નવા નિયમો લાગુ થશે

વોશિંગટન તા. ૩ : અમેરિકાનુંઙ્ગત્રીજું રાજય ન્યુયોર્કમાં પણ ઓમીક્રોનેઙ્ગદસ્તક દીધી છે. ત્યાં પણ કોરોનાના નવઙ્ગપાંચ કેસની પુષ્ટિ કરી છે. આ જાણકારી યુએસ મીડિયાએ ગવર્નર કૈથી હોચુલના હવાલે જાણકરીઙ્ગઆપી છે. અગાઉ મિનેસોટામાંઙ્ગઆ જ વેરિએન્ટથીઙ્ગસંક્રમિત વ્યકિત અંગે ન્યુયોર્કમાં પણ જાણવા મળ્યું છે. ઉલ્લખેનીય છે કે આ વ્યકિત કોરોનાના બન્ને ડોઝ લઇ ચુકયાઙ્ગછે. આ ઉપરાંત અમેરિકાએ આંતરરાષ્ટ્રીય યાત્રિકો માટે કોરોના તપાસ જરૂરી કરી દેવામાં આવી છે. તેની સાથેજઙ્ગઆવતા સપ્તાહથી કોરોનાની તપાસ સાથે જોડાયેલા નવા નિયમોની લાગુ કરવાની વાત કહેવામાં આવી છે.ઙ્ગ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે યુએસથી આવતા આંતરરાષ્ટ્રીય યાત્રિકોને ભલે તેઓ રસીકરણ કરાવ્યું હોય અથવા કોઈ પણ દેશના હોય પરંતુ તેમનીઙ્ગયાત્રા શરૂ કર્યાના એક દિવસ પહેલા કોરોનની તપાસ કરાવવી જરૂરી રહેશે. જયારેઙ્ગઅગાઉ ત્રણ દિવસ પહેલા એટલે ૭૨ કલાકની અંદર તપાસ કરાવવી જરૂરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને દેશમાં રસીકરણ કેન્દ્રો ખોલવાને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ બિડેને કહ્યું, 'હું દેશભરમાં સેંકડો પરિવાર રસીકરણ કિલનિકસ ખોલવાની જાહેરાત કરી રહ્યો છું. આ તમામ કિલનિકમાં સમગ્ર પરિવાર માટે રસીકરણની સુવિધા હશે. આ સાથે, પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર અને બાળકો માટે પણ રસીની સુવિધા હશે.'

૨૦૧૯ના અંતમાં ચીનમાં શરૂ થયેલા કોરોના સંક્રમણને કારણે અમેરિકા વિશ્વભરમાં સૌથી વધુ પરેશાન છે. અહીં મોટાભાગના લોકો સંક્રમિત થયા છે અને મોટાભાગના મૃત્યુ પણ અહીં થયા છે. રાષ્ટ્રપતિ બિડેને ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ સામે લડવા માટે રચાયેલ તેમની વ્યૂહરચના રજૂ કરી. આ અંતર્ગત હવે કોવિડ-૧૯ ટેસ્ટની સુવિધા ઘરે બેઠા આપવામાં આવશે.

મેરીલેન્ડમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ખાતે બિડેને કહ્યું, 'અમે વિજ્ઞાન અને ઝડપ સાથે નવા પ્રકાર સામે લડીશું, ગેરસમજણો નહીં.' તેમણે ચેતવણી પણ આપી હતી કે આ ઠંડીમાં ચેપના કેસ વધી શકે છે. તેમણે સમગ્ર અમેરિકન જનતાને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી અને કહ્યું કે ઓમિક્રોનને હરાવવાનો આ એકમાત્ર રસ્તો છે.

(11:36 am IST)