Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

હુ હુ હુ હુ.... કાતિલ ઠંડીનો અહેસાસ

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે હાડ થીજાવતી ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાયા : મોટાભાગના વિસ્તારોમાં પારો જોરદાર રીતે ગગડયો : લોકોને ફરજીયાત સ્વેટર, જાકીટ, ટોપી, મફલર, શાલનો સહારો લેવો પડયો

કડકડતી ઠંડી સામે ધગધગતો તાપ : રાજકોટ :  છેલ્લા બે ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર બેઠા ઠારની લપેટમાં આવી ગયુ છે. કડકડતી ઠંડી સામે હૂંફ મેળવવા તાપણાનો આશરો લેવામાં આવે છે. આવા જ ઍક દૃશ્યમાં તાપણે તાપી રહેલ કોઈ પરિવારના સદસ્યો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયા બાદ આજે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાઇ ગયા છે અને ગરમ કપડાનો સહારો લેવો પડયો છે. આજે અનેક શહેરો - ગામોમાં પારો વધુ નીચે ચાલ્યો જતાં હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થયો છે. આજે ઉત્તર ભારત - કાશ્મીર જેવી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે રાજયના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે પલટો જોવા મળી રહ્યો છે, એક તરફ ઠંડીની મોસમ ચાલી રહી છે બીજી તરફી મોસમી પવનોને કારણે ઋતુમાં ભારે પરિવર્તન જોવા મળી રહ્યું છે. એક સાથે ડબલ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે કડકડતી ઠંડી પડી રહી છે.  વહેતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સાથે બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે.. તો બીજી તરફ માવઠાના મારને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શહેરોમાં લોકો ઠંડીનું પ્રમાણ વધતા ગાર્ડનમાં એકસરસાઈઝ, કસરત, વ્યાયામનો સહારો લેતા નજરે પડે છે.. અને યોગાઆસન દ્વારા પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવાનાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે તો પવન સાથે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના જાણકારો હજુ પણ આગામી ૨ દિવસ રાજયમાં બેવડી ઋતુનો અનુભવ થશે તેવું જણાવી રહ્યા છે..

રાજયમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે. ઠંડા પવનોને કારણે રાજયના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી રાજયમાં ડિસેમ્બર મહિનાની ઠંડીનું જોર વધવાની શકયતા વ્યકત કરવામાં આવી છે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ ૧૦ થી ૧૨ ડીગ્રી નો તફાવત જોવા મળી રહ્યો છે. રાજયમાં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે જયારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે આમ શિયાળામાં ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજયના મોટા ભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. પવનોની દિશા બદલાતા રાજયમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું જણાવાયું છે.

(12:05 pm IST)