Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઇઝરાયલમાં કોરોના વેકિસનના ત્રણેય ડોઝ લેનાર બે ડોકટર ઓમિક્રોનથી સંક્રમિત : વિશ્વમાં ખળભળાટ

એક ડોકટરે તાજેતરમાં લંડનની મુલાકાત લીધી હતી

નવી દિલ્હી તા. ૨ : ગત સપ્તાહે ઇઝરાયલમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો પહેલો કેસ નોંધાયા બાદ હવે બે ડોકટરોને નવા વેરિએન્ટનો ચેપ લાગ્યો છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને ડોકટરોએ કોવિડની બંને રસી લીધી હતી તેમજ પછીથી બુસ્ટર શોટ પણ લીધા હતા. ઇઝરાયલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૪ લોકોને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે અને ઇઝરાયલમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.બંને ડોકટરો એ જ હોસ્પિટલમાં કામ કરે છે. એક ડોકટરે તાજેતરમાં લંડનની મુલાકાત લીધી હતી. અહેવાલો અનુસાર, જયારે તે વિમાનમાં ચડ્યો ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ હતો પરંતુ થોડા દિવસો પછી તેનામાં લક્ષણો પ્રગટ થયા હતા. અધિકારીઓએ ૩૦ નવેમ્બરે ઓમિક્રોનની પુષ્ટિ કરી હતી. યુકેથી પાછા ફર્યા પછી ડોકટરનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે અને બે કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી.ગયા અઠવાડિયે ઇઝરાયલે ઓમિક્રોન વેરિએન્ટને રોકવા માટે તમામ વિદેશીઓ માટે સરહદ બંધ કર્યા પછી આ કેસ જોવા મળી રહ્યા છે. ઇઝરાયલે તાજેતરમાં તેના નાગરિકોને રસી આપ્યા પછી વિદેશીઓ માટે તેની સરહદો ખોલી હતી.તાજેતરના વિવાદાસ્પદ પગલામાં ઇઝરાયલના પીએમ નફતાલી બેનેટે દેશની ગુપ્તચર એજન્સીને કોરોના વાયરસના નવા પ્રકારોનો સામનો કરવા માટે લોકોના સેલફોનને ટ્રેક કરવાની મંજૂરી આપી છે. સરકારે કહ્યું છે કે ટ્રેકિંગનો ઉપયોગ ફકત ચકાસણી કરેલા ઓમિક્રોન વેરિએન્ટ કેસોની ચેઈન તોડવા માટે કરવામાં આવશે.

(12:00 am IST)