Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જેટ એરવેઝ ફરી બેઠું થવા તૈયાર : બોઇંગ અને એરબસ પાસેથી 100 વિમાન ખરીદશે

જેટ 2022માં સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરશે: કાલરોક અને જાલાને ખરીદી છે જેટ એરવેઝ

નવી દિલ્હી : જેટ એરવેઝ એ ફરીથી હવામાં ઉડવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ એપિસોડમાં એરલાઈન્સે વૈશ્વિક એરોસ્પેસ કંપની બોઈંગને લગભગ 100 વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ ડીલ લગભગ $12 બિલિયનમાં કરવામાં આવી છે.

બ્લૂમબર્ગ ક્વિંટના અહેવાલ મુજબ, જેટ એરવેઝ એરક્રાફ્ટ ઉત્પાદક (બોઇંગ કંપની અને એરબસ SE) પાસેથી 100 વિમાન ખરીદવા માટે વાતચીત કરી રહી છે. જેટ એરવેઝે બોઇંગને પેસેન્જર એરક્રાફ્ટ ખરીદવા માટે કુલ $12 બિલિયનના ઓર્ડર આપ્યા છે.

સમાચાર અનુસાર, જેટ એરવેઝ વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરથી ફરી ડોમેસ્ટિક ડેસ્ટિનેશન માટે ઉડાન ભરી શકે છે. કંપનીએ કહ્યું કે જાન્યુઆરી અને માર્ચ 2022 વચ્ચે તેની પ્રથમ ફ્લાઈટ દિલ્હી અને મુંબઈ વચ્ચે શરૂ થશે. જેટ એરવેઝના મેનેજમેન્ટ જાલાન-કાલરોક કન્સોર્ટિયમે જણાવ્યું હતું કે જેટ એરવેઝ આવતા વર્ષની શરૂઆતથી રનવે પર પરત ફરશે.

કંપનીને નવો માલિક મળ્યો છે. રિપોર્ટ અનુસાર, એરલાઇનના નવા માલિક, UAE સ્થિત બિઝનેસમેન મુરારી લાલ જાલાન અને UK સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ Colorrock Capitalએ બ્લૂમબર્ગ ન્યૂઝને જણાવ્યું કે જેટ ઓછામાં ઓછા 100 એરક્રાફ્ટ ખરીદી શકે છે.

(12:00 am IST)