Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મજબૂત વૈશ્વિક સંકેતો અને લગ્ન સીઝનની ઘરાકીના કારણે સ્થાનિક સ્તરે સોના-ચાંદી રૂ,500નો ઉછાળો

અમેરિકાના પ્રોત્સાહન પેકેજની અપેક્ષાએ સોનાના ભાવમાં તેજી

નવી દિલ્હી : મજબૂત વૈશ્વિક સંકેતો અને લગ્ન સીઝનની ઘરાકીના લીધે સ્થાનિક સ્તરે સોના-ચાંદી ઊચકાયા હતા. 99.9ની શુદ્ધતા ધરાવતુ સોનુ વધીને 50,700-51,200 થયું હતું, જ્યારે 99.5ની શુદ્ધતા ધરાવતુ સોનું 50,500-51,000 થયું હતું. જ્યારે હોલમાર્ક સોનાનો ભાવ 50,175 હતો.ચાંદી ચોરસાનો ભાવ પ્રતિ કિલો વધીને 500 રૂપિયા 62,500-63,500 થયો હતો. જ્યારે ચાંદી રૂપુનો ભાવ 62,300-63,300 થયો હતો. જ્યારે સિક્કાનો ભાવ 575-775 હતો.

રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 481 રૂપિયા વધીને 48,887 થયો હતો. ગઈકાલે સોનું પ્રતિ દસ ગ્રામે 48,406 પર બંધ આવ્યું હતું. હાજર ચાંદીનો ભાવ પણ ગુરુવારે પ્રતિ કિલોએ 555 રૂપિયા વધીને 63,502 થયો હતો. જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ 62,947 પર બંધ આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં જોઈએ તો સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,841 ડોલર થયો હતો અને ચાંદીનો ભાવ 24.16 ડોલર થયો હતો. અમેરિકાના પ્રોત્સાહન પેકેજની અપેક્ષાએ સોનાના ભાવમાં તેજી હતી

(7:18 pm IST)