Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જાન્યુઆરીમાં લોન્ચીંગ

રજનીકાંત ૩૧મીએ જાહેર કરશે રાજકીય પક્ષ

ચેન્નાઇ તા. ૩ : રજનીકાંતે આ ડિસીઝન તેમના સિનીયર ઓફિસર્સ સાથે ચર્ચા કર્યા બાદ લીધુ હતુ. થોડા સમય પહેલા જયારે રજનીકાંતે રજની મક્કલ મન્ડરમના ઓફીસર્સ સાથે ચર્ચા કરી હતી અને ત્યારે તેમણે કહ્યું હતું કે જલ્દી જ પોલીટીકલ પાર્ટીને લઇને તે કોઇ નિર્ણય લેશે. આજે તેમણે નિર્ણય લઇ લીધો છે અને ૩૧ ડિસેમ્બરે પાર્ટી લોન્ચ કરવાનો નિર્ણય કરી દીધો છે.

રજનીકાંતે સોમવારે પોતાના ફોરમના ઓફિસર્સ સાથે પોતે રાજનૈતિક પાર્ટી બને તો કેવું રહેશે તે વાત પર ચર્ચા કરવા માટે મિટીંગ કરી હતી. તેમની આ બેઠક  ચેન્નઇમાં રાઘવેન્દ્ર મંડપમમાં રજની મક્કલ મંડરમના જિલ્લા સચિવો સાથે થઇ હતી. રજની મક્કલ મંડરમના પ્રતિનીધિઓ સાથે રજનીકાંતે જયારે ૨૦૨૧માં રાજયની ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો ત્યારે સુપરસ્ટારે તે લોકોને ધીરજ ધરવા કહ્યું હતું અને આ મુદ્દે કોઇ નિર્ણય લઇ જ લેવો જોઇએ તેવું કહ્યું હતું.

બેઠકમાં તે વાત પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો કે પોતાની પાર્ટી બનાવીને રાજનીતિમાં એન્ટ્રી કરે તો, સુત્રોના કહ્યાં મુજબ રજનીકાંતે કહ્યું કે જિલ્લા પ્રમુખ સંતોષકારક કામ નથી કરી રહ્યાં. જો તમે પરિશ્રમ કરશો તો જ આપણે આગળના સ્તર પર જઇ શકીશું. પાર્ટીની શરૂઆત કરવાનો નિર્ણય હું લઇશ.

કેટલાક  ઓફીસર્સનું કહેવું છે કે, રજનીકાંત પાસે વિજય પ્રાપ્ત કરવાની આ સુવર્ણ તક છે. તે જલ્દી જ પોતાનું પોલિટીકલ કરિયર શરૂ કરી શકે છે. આ બેઠક રજનીકાંતના એક નિવેદન બાદ થઇ હતી જેમાં તેમણે કહ્યું હતું કે, સાચો સમય આવવા પર હું રજની મક્કલ મંડરમના ઓફિસર્સ સાથે વિચાર કર્યા બાદ પોલીટીકલ પાર્ટી વિશે જાણકારી આપીશ.

(3:40 pm IST)
  • દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન મણીપુરમાં આવ્યુ છે : દેશના સર્વશ્રેષ્ઠ ૧૦ પોલીસ સ્ટેશનોના કેન્દ્ર સરકારે નામો જાહેર કર્યા છે : મણીપુરનું ‘નોîગકોક સેકમાઈ’ સૌથી પ્રથમ નંબરે આવે છે જયારે તામિલનાડુનું એડબલ્યુપીએસ - સુરમંગલમ બીજા નંબરે અને અરૂણાચલપ્રદેશનું ખારસંગ પોલીસ સ્ટેશન ત્રીજા નંબરે આવે છે. access_time 4:05 pm IST

  • રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલને ફાયર સેફટીની નોટીસ આપવામાં આવી : ચેકીંગ કરાતા માલૂમ પડ્યું કે ફિઝીયોથેરાપી વિભાગમાં ફાયર સેફટીના સાધનો જ નહોતા. રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનાશક આગ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એકસનમાં આવ્યા છે. અને ૧૫ હોસ્પિટલમાં નોટિસ નોટિસ ફટકારી છે. access_time 1:54 pm IST

  • ખેડૂતો માટે દેશવ્યાપી આંદોલન છેડવા મમતાની તૈયારી : મોદી સરકારે અમલમાં મૂકેલ નવા કૃષિ કાયદાઓ પાછા ખેચી લેવામાં નહિં આવે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની પડ્ઢિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધમકી આપી છે access_time 4:04 pm IST