Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સોના ચાંદીમાં ફરી તેજીની આગેકૂચ : ઘટાડાને બ્રેક : સોનુ 51 હજાર નજીક : ચાંદીમાં 2000નો ઉછાળો

છેલ્લા બે દિવસમાં સોનામાં સરેરાશ 60 ડોલરથી વધુુની તેજી

નવી દિલ્હી : સોના ચાંદીના ભાવમાં ફરી તેજી જોવાઈ રહી છે છેલ્લા અઠવાડીયામાં ઘટાડા તરફી માહોલને બ્રેક લાગી છે અને બંને કિંમતી ઘાતુના ભાવ ઉંચકાયા છે અમેરિકા તેમજ અન્ય દેશોમાં કોરોના સંક્રમણ ફરી વધવા સાથે સ્ટીમ્યુલસ પેકેજની વાતોને સપોર્ટ બજારને મળી રહ્યો છે

 . આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઉછળી 24.30 ડોલરની સપાટીએ પહોંચી છે જેના કારણે અમદાવાદ ખાતે વધુ 2000 વધી 63500 બોલાઇ ગઇ છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ઝડપી 4000નો ઉછાળો આવ્યો છે. જ્યારે સોનું વધુ 800ના સુધારા સાથે રૂ.51000ની નજીક 50800 ક્વોટ થઇ રહ્યું છે. હાજર બજારની સાથે વાયદામાં પણ ટ્રેન્ડ તેજી તરફી રહ્યો છે.

. હેજફંડ્સની સોના-ચાંદી તથા ઇટીએફમાં પખવાડીયા પૂર્વે વેચવાલી હતી પરંતુ હવે બિટકોઇનમાંથી પ્રોફિટબુકિંગ સાથે ફરી હેજફંડ્સ સલામત રોકાણ બૂલિયનમાં ડાઇવર્ટ થયા છે. બૂલિયન એનાલિસ્ટોના મતે ડિસેમ્બર અંત સુધીમાં કોરોના વેક્સીન, આર્થિક પેકેજની જાહેરાત કેવી રહે છે તેના પર બજારમાં મૂવમેન્ટ જોવા મળશે.

 નવી દિલ્હી ખાતે સોનું ઝડપી 675 વધી 48169 અને ચાંદી 1280ના સુધારા સાથે 62496 બોલાતી હતી. વૈશ્વિક બજાર પાછળ સ્થાનિકમાં પણ તેજીનો ટોન જળવાઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધુ 15-20 ડોલર ઉછળ્યું છે. છેલ્લા બે દિવસમાં સોનામાં સરેરાશ 60 ડોલરથી વધુુની તેજી આવી છે. સોના પાછળ પ્લેટિનમ 1000 ડોલરની સપાટી કુદાવી 1009 અને પેલેડિયમ 2420 ડોલર ક્વોટ થતું હતું.

(12:05 pm IST)