Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વડા પ્રધાન મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

સરળ જીવન અને ઉચ્ચ વિચારના સિદ્ધાંત પર આધારીત તેમનુ જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણારૂપ બનાવશે.'

નવી દિલ્હી : વડા પ્રધાન મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિ ના અવસરે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ગુરુવારે તેમણે ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, 'ભારત રત્ન ડો રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિ પર તેમને મારી આદરણીય શ્રદ્ધાંજલિ. તેમણે સ્વતંત્રતા, સંગ્રામ અને બંધારણ નિર્માણમાં અનુપમ ભૂમિકા ભજવી હતી. સરળ જીવન અને ઉચ્ચ વિચારના સિદ્ધાંત પર આધારીત તેમનુ જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણારૂપ બનાવશે.'

03 ડિસેમ્બર એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિ છે. તેનો જન્મ 1884 માં બિહારના જીરાદેઇમાં થયો હતો. 26 જાન્યુઆરી 1950 થી 14 મે 1962 સુધી, તેમણે દેશના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી

(11:44 am IST)