Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સરકાર ૫૨.૯૮ ટકા હિસ્સો વેંચવા માંગે છે

સરકાર BPCLનું કરી રહી છે વેચાણઃ ખરીદી માટે ૩ કંપનીઓ મેદાનમાં

નવી દિલ્હી તા. ૩ : કેન્દ્ર સરકારે ભારતની સૌથી બીજી મોટી ઓઇલ રિફાઇનરી અને પેટ્રોલિયમ કંપની BPCLમાં પોતાના ૫૨.૯૮ ટકા ભાગનો વેચાણ કરી રહી છે. સરકારને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની ભાગીદારી ખરીદવા માટે શરૂઆતમાં ત્રણ કંપનીઓએ બોલી લગાવી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે જણાવ્યું કે BPCLના ખાનગીકરણ માટે ત્રણ કંપીઓને એકસપ્રેશન ઓફ ઇંટરેસ્ટ જમા કરાવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પ્રારંભિક બોલીની તપાસ પછી જે કંપનીઓની પસંદગી થશે, તેઓને બીજા રાઉન્ડમાં ફાઇનાન્સિયલ બિડ માટે કહેવામાં આવશે.

ખનનથી લઇને ઓઇલ ક્ષેત્રમાં કાર્યરત વેદાંતાએ ૧૮ નવેમ્બરના રોજ આ વાત અંગે પુષ્ટી કરી છે કે BPCLમાં સરકારની ૫૨.૯૮ ટકા ભાગીદારીને ખરીદવા માટે રુચિ પત્ર (EOI) આપ્યો છે. BPCL માટે બોલી લગાવનારી બે અન્ય કંપનીઓમાં અમેરિકાની બે કંપનીઓ સામેલ છે. જેમાંથી એક અપોલો ગ્લોબલ મેનેજમેંટ છે

જો કે BPCLમાં સરકારનો ભાગ ખરીદવા માટે રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ, સાઉદી અરામકો, બ્રિટિશ પેટ્રોલિયમ અને ટોટલ જેવી મોટી ઓઇલ કંપનીઓએ બોલી લગાવી નથી. રિલાયન્સ કંપનીએ અંતિમ તારીખ સુધી EOI દાખલ કર્યું નથી જે અત્યાર સુધી ખરીદવાને લઇને મુખ્ય પ્રબળ દાવેદારમાંથી એક હતી.

કેન્દ્ર સરકારને આશા છે કે BPCLના ખાનગીકરણથી ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની રેવન્યુ મળશે. કેન્દ્ર સરકારને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૨.૧ લાખ કરોડ રુપિયા વિલિનીકરણ દ્વારા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે હવે મુશ્કેલ લાગી રહ્યું છે.

(11:27 am IST)