Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભગવાન આવું સાસરિયું સૌને આપે

સસરાએ વહુને ગિફટમાં આપી આલિશાન કારઃ ઘરની લક્ષ્મી આગળ દુનિયાની તમામ દોલત ફિક્કી

કાનપુર,તા. ૩: સમાજમાં વધી રહેલા દહેજના અભિશાપને ખતમ કરવાની જરૂર છે. ત્યારે આ વાતને લઈને એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના છે ઉત્ત્।ર પ્રદેશના કાનપુરના ભૌંતીની બિઝનેસમેનના દિકરાના લગ્નની. જયાં આ બિઝનેસમેને પોતાના દિકરાના લગ્નમાં દહેજ તો નથી લીધો, પણ વિદાયના ટાણે તેમને પોતાના પુત્રવધુને ભેટ તરીકે શાનદાર આલિશાન લકઝૂરિયસ કાર ભેંટમાં આપી સૌ કોઈને વિચારવા મજબૂર કરી દીધા છે.

તેમણે આ ગિફ્ટ આપતા જણાવ્યુ હતું કે, સંસ્કારી વહુની આગળ દુનિયાની તમામ દોલત ફિક્કી લાગે છે. તો વળી સાસરિયા પક્ષનો આટલો પ્રેમ જોઈને વહુ પણ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યુ હતું કે, ભગવાન આવુ સાસરીયુ દરેક દિકરીઓને આપે. ભૌંતી નિવાસી અર્પણ કુમાર ત્રિવેદી ગન હાઉસના માલિક પણ છે.

તેમણે પોતાના એન્જિનીયર દિકરા આદર્શરાજના લગ્ન એક ખેડૂત ચંદ્રમોહનની દિકરી અંજલિ ત્રિવેદી સાથે નક્કી કર્યા હતા. મંગળવારના રોજ સાકેત નગર સ્થિત ગહોઈ ભવનમાં ધૂમધામથી આ લગ્ન થયા હતા. બુધવારે સવારે દુલ્હનની વિદાઈ એક શાનદાર આલિશાન ગાડીમાં થઈ હતી.

ત્યાર બાદ અર્પણ કુમારે પોતાની પુત્રવધુને આ ગાડીની ચાવી ગિફ્ટમાં આપી આશિર્વાદ આપ્યા હતા. આ જોઈને ત્યાં હાજર સૌ કોઈ મહેમાનો પણ વિચારવા લાગ્યા હતા. લોકોને જયારે પૂછ્યુ તો તેમણે જણાવ્યુ કે, મારા માટે વહુથી વધારે મોટો કોઈ દહેજ નથી જોઈતો, સારી વહુ ખુદ લક્ષ્મીના રૂપમાં હોય છે.

તેઓ પોતાની વહુ અને તેના પરિવારને અગાઉથી ઓળખે છે. કહ્યુ કે, અમારી વહુ ખૂબ જ સંસ્કારી છે. તેની આગળ દરેક પ્રકારની દોલત ફિક્કી લાગે છે. તે જણાવે છે કે, અમે દહેજ લેવાની એકદમ વિરોધમાં છીએ. તેમણે દિકરીવાળા તરફથી કોઈ પણ પ્રકારની માગ રાખી નથી.

(9:39 am IST)
  • દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન મણીપુરમાં આવ્યુ છે : દેશના સર્વશ્રેષ્ઠ ૧૦ પોલીસ સ્ટેશનોના કેન્દ્ર સરકારે નામો જાહેર કર્યા છે : મણીપુરનું ‘નોîગકોક સેકમાઈ’ સૌથી પ્રથમ નંબરે આવે છે જયારે તામિલનાડુનું એડબલ્યુપીએસ - સુરમંગલમ બીજા નંબરે અને અરૂણાચલપ્રદેશનું ખારસંગ પોલીસ સ્ટેશન ત્રીજા નંબરે આવે છે. access_time 4:05 pm IST

  • રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલને ફાયર સેફટીની નોટીસ આપવામાં આવી : ચેકીંગ કરાતા માલૂમ પડ્યું કે ફિઝીયોથેરાપી વિભાગમાં ફાયર સેફટીના સાધનો જ નહોતા. રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનાશક આગ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એકસનમાં આવ્યા છે. અને ૧૫ હોસ્પિટલમાં નોટિસ નોટિસ ફટકારી છે. access_time 1:54 pm IST

  • ૯ રાજ્યોમાં ૨૬ સ્થળે "ઈડી" ત્રાટક્યું: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધના મની લોન્ડરિંગ કેસો બાબતે આજે "ઈડી"(એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે) નવ રાજ્યોમાં ૨૬ સ્થળોએ દરોડા પાડયા છે વિગતોની રાહ જોવાઇ રહી છે access_time 2:36 pm IST