Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યા ટ્રાન્સપોર્ટર : 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળ કરવાની ચીમકી

ઉત્તર ભારતીય રાજ્ય અને બાદમાં આખા દેશમાં જરૂરી વસ્તુઓના આવન જાવનને રોકવાની ધમકી

નવી દિલ્હી : ત્રણ કૃષિ બિલોને લઇને ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતરેલા ટ્રાન્સપોર્ટરોએ આગામી 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળ પર જવાનું આહવાન કર્યુ છે. ટ્રાન્સપોર્ટ યૂનિયનોએ ખેડૂત આંદોલનને સમર્થન આપતા ઉત્તર ભારતીય રાજ્ય અને બાદમાં આખા દેશમાં જરૂરી વસ્તુઓના આવન જાવનને રોકવાની ધમકી આપી છે.

આશરે 1 કરોડ માલ વાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ કરનારી સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટ કોંગ્રેસએ ખેડૂતોના વિરોધના સમર્થનમાં 8 ડિસેમ્બરથી હડતાળ પર જવાનું આહવાન કર્યુ છે.

AIMTCના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલે કહ્યુ કે 8 ડિસેમ્બરથી અમે ઉત્તર ભારતમાં પોતાના તમામ કામોને બંધ કરી દઇશુ અને પોતાના તમામ વાહનોને ઉત્તર ભારતીય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી, હરિયાણા, યુપી, પંજાબ, હિમાચલ અને જમ્મુમાં રોકી દઇશું. અમે નક્કી કર્યુ છે કે જો સરકારે હજુ પણ પ્રદર્શનકારી ખેડૂતોની માંગો ના માની તો અમે આખા ભારતમાં ચક્કાજામ માટે આહવાન કરીશું અને અમારા તમામ વાહનોને રોકી દઇશું.”

AIMTCએ અહેવાલ જાહેર કરી કહ્યુ, “ટ્રાન્સપોર્ટર ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યા છે, તે પોતાના વૈધ અધિકારો માટે લડી રહ્યા છે. ભારતના સડક પરિવનહ વિસ્તારની જેમ કૃષિ ક્ષેત્ર દેશની જીવન રેખા છે..70 ટકાથી વધુ ગ્રામીણ પરિવાર કૃષિ પર નિર્ભર છે. સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરથી આવતા હજારો ટ્રક પ્રભાવિત થયા છે. અમે તેમનું સમર્થન કરીએ છીએ, કારણ કે 65 ટકા ટ્રક કૃષિ સાથે જોડાયેલી વસ્તુ લાવવામાં લાગેલા છે.

(12:00 am IST)