Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પુછપરછ રૂમમાં અને લોકઅપમાં ઓડિયો સાથે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે : સુપ્રીમ કોર્ટ

કેમેરાની ૧૮ મહિનાની રેકોર્ડિંગ રાખવી જરૂરી રહેશે : રાજ્યોને છ સપ્તાહની અંદર આદેશનું પાલન કરવા માટે કહેવામાં

નવી દિલ્હી,તા. ૩: સુપ્રીમ કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા સંબંધિત એક કેસમાં આ આદેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ( CBI), એનઆઈએ, ED, નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો, ડાયરેકટ્રેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજેન્સ (DRI)અને સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસના કાર્યાલયોમાં ઓડિયો રેકોર્ડિંગ સાથે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે બધા રાજયોના પોલીસ સ્ટેશનોમાં પણ સીસીટીવી કેમેરા, જેમાં ઓડિયો રેકોર્ડિંગ પણ લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે આ સીસીટીવી કેમેરા પોલીસ સ્ટેશનના એન્ટ્રી અને એકિઝટ પોઇન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્સન એરિયા, સબ ઇન્સપેકટર અને ઇન્સપેકટરના રૂમમાં, સ્ટેશનની બહાર, વોશરૂમની બહાર લગાવવા જોઈએ. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે આ કેમેરાની ૧૮ મહિનાની રેકોર્ડિંગને રાખવી જરૂરી રહેશે. રાજયોને છ સપ્તાહની અંદર આદેશનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિર્દેશ આર્ટિકલ ૨૧ અંતર્ગત મૌલિક અધિકારોમાં છે.

જસ્ટિસ રોહિંટન એફ નરીમન, જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ અનિરુદ્ઘ બોસની એક બેંચે ૪૫ દિવસોથી વધારાના સીસીટીવી ફૂટેજને સુરક્ષિત રાખવા અને એકત્રિત કરવાના સવાલ પર શુક્રવાર સુધીમાં વરિષ્ઠ અધિવકતા સિદ્ઘાર્થ દવે, એમિકસ કયૂરીને એક વ્યાપક નોટ પ્રસ્તુત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે વધી રહેલી કસ્ટડી યાતનાથી નિપટવા માટે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટના આદેશનું પાલન અઢી વર્ષ પછી પણ ન થતા કોર્ટે તેને ફકત ૬ સપ્તાહની અંદર પુરું કરવા માટે કહ્યું છે. કોર્ટે એ પણ કહ્યું કે દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ સીસીટીવીના કામ, રેકોર્ડિંગ માટે જવાબદાર હશે.

(9:41 am IST)