Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

યુપીમાં ફિલ્મસિટી પણ મુંબઈથી લેવા નથી આવ્યો : અમે કઈ જ લઈ જઈ રહ્યાં નથી: યોગી આદિત્યનાથ

યુપીમાં ત્યાંના માહોલ અને જરૂરિયાતો મુજબ નવી ફિલ્મ સિટી બનાવાશે .

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈની મુલાકાતે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તેમણે બુધવારે લખનઉ નગર નિગમના બોન્ડ લોન્ચ કર્યા છે. તે પછી યોગી ઘણી બોલિવુડ હસ્તીઓને મળશે. યોગીના આ પ્રવાસ દરમિયાન વિવાદ પણ શરૂ થઈ ગયો છે. યુપીમાં ફિલ્મ સિટી બનાવવાના મુદ્દા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- સ્પર્ધા સારી વાત છે, જોકે કોઈની ધમકી ચાલશે નહિ. યોગીએ તેના જવાબમાં કહ્યું અમે કઈ જ લઈ જઈ રહ્યાં નથી, મુંબઈની ફિલ્મ સિટી અહીં જ રહેશે. યુપીમાં ત્યાંના માહોલ અને જરૂરિયાતો મુજબ નવી ફિલ્મ સિટી બનાવવામાં આવી રહી છે.

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ મુંબઈના પ્રવાસે છે. યોગીની મુંબઈ પહોંચ્યા પછી પ્રથમ મુલાકાત બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે થઈ છે. બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુંબઈની ટ્રાઈડન્ટ હોટલમાં મુલાકાત કરી છે. સીએમ તેમની મુંબઈ મુલાકાત દરમિયાન ટ્રાઈડેન્ટ હોટલમાં જ રહી રહ્યાં છે. યોગી સરકાર યુપીમાં ફિલ્મ સિટીના પ્લાનિંગ પર કામ કરી રહી છે. તેના માટે તેમણે પહેલા બોલિવુડની તમામ હસ્તીઓને પહેલા લખનઉ અને નોઈડા આમંત્રિત કર્યા હતા. યોગીની મુંબઈ મુલાકાત દરમિયાન શિવસેનાના MP સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે પ્રયત્નો છતા મુંબઈની ફિલ્મ સિટીને બીજે ક્યાંક ખસેડવી સહેલી નથી. આ વખતે સીએમ યોગી આદિત્યનાથ મુંબઈ પહોંચ્યા છે.

(12:00 am IST)