Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

નવાઝ શરીફનાં ભાઇ -પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાઝ શરીફની તમામ સંપતિ જપ્ત કરવાનાં આદેશ: ખળભળાટ

નવાઝ શરીફની સાથે લંડન જવા માટે એક દિવસ પહેલા જ નેશનલ એંસેમ્બલીનાં સ્પિકર અસદ કાસરને રાજીનામું આપ્યું હતું

 

ઇસ્લામાબાદ:પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફનાં નાના ભાઇ અને પંજાબ પ્રાતનાં મુખ્ય પ્રધાન શાહબાઝ શરીફની સંપત્તી જપ્ત કરવા નેશનલ એકાઉન્ટીબિલિટી બ્યુરો(NAB) આદેશ આપ્યો છે

એનએબીએ શાહબાઝ શરીફનાં લાહોરમાં ડિફેન્સ ફેઝ-5નાં બે ઘર અને મોડેલ ટાઉનનાં બે ઘર (96 એચ,87 એચ)ને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. શાહબાઝ હજુ જે ઘરમાં રહી રહ્યા છે તેને પણ જપ્ત કરવાનાં આદેશ જારી કરવામાં આવ્યા છે.

તે ઉપરાંત હરીપુરની ત્રણ તથા ચિન્યોટની બે જગ્યાઓ પર સ્થિત સંપત્તિને પમ જપ્ત કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

નેશનલ એસેમ્બલીમાં વિપશ્રનાં નેતા અને પાકિસ્તાન મુસ્લીમ લિગ(N)નાં પ્રમુખ શાહબાઝ શરીફે પીએસીનાં પ્રમુખ પરથી 18 નવેમ્બરનાં દિવસે રાજીનામુ આપ્યું હતું.

તેમણે નવાઝ શરીફની સાથે લંડન રવાના થવા માટે એક દિવસ પહેલા નેશનલ એંસેમ્બલીનાં સ્પિકર અસદ કાસરને રાજીનામું આપ્યું હતું.

(12:30 am IST)