Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પિતા હંમેશા સાહસી રહ્યા માટે લોકો એમને વખાણે છે : ઉદ્યોગપતિ રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજની પ્રતિક્રિયા

        એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજ દ્વારા સરકારની આલોચના કરવા પર એમના પુત્ર અને બજાજ ઓટોના એમડી રાજીવ બજાજએ કહ્યું છે કે આ મામલામાં એમના પિતા હંમેશા સાહસી રહ્યા છે અને તે માટે લોકો એમને વખાણે છે.

        રાજીવએ કહ્યું કે એમને નથી લાગતું કે સાર્વજનિક સમારોહમાં આવો સંવેદનશીલ સવાલ કરવો જોઇએ.

(11:07 pm IST)
  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • ભાજપના સાંસદે સોનિયાને ઘુસણખોર કહેતા લોકસભામાં કોંગ્રેસનો હંગામો : સંસદીય મંત્રી પ્રહલાદ જોષીના નિવેદન કે લોકોએ પીએમ મોદીને બીજીવાર ચૂંટીને મોકલ્યા છેઃ કોંગ્રેસના ખુદના નેતા ઘુસણખોર છે access_time 3:57 pm IST

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST