Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હૈદરાબાદ ગેંગરેપ બાદ બેંગ્લોર મેટ્રોનું મોટું એલાન:આત્મરક્ષા માટે મહિલાઓ પેપર સ્પ્રે સાથે રાખી શકશે

મેટ્રો ટ્રેનમાં પેપર સ્પ્રે સાથે લઈ જવાની મંજૂરી આપવાનો નિર્ણય

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં મહિલા પશુ ચિકિત્સક સાથે થયેલ હેવાનિયત બાદ દેશભરમાંથી પીડિતાને ન્યાય અપાવવાની માંગ ઉઠી રહી છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સોશિયલ મીડિયા પર આોપીઓને ફાંસી પર ચઢાવવાની માગ કરી રહ્યા છે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલ ઉઠવા લાગ્યા છે,

   મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં બેંગ્લોર મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડે(BMERCL) મહિલાઓને આત્મરક્ષા માટે મેટ્રો ટ્રેનમાં પેપર સ્પ્રે સાથે લઈ જવાની મંજૂરી આપવાનો ફેસલો લીધો છે. BMERCLના આ ફેસલાથી શહેરમાં સફર કરતી મહિલાઓને હિમ્મત જરૂર મળશે. મીડિયા સાથે વાત કરતા BMERCLના મુખ્ય પીઆરઓ બી એલ યશવંત ચૌહાણે પુષ્ટી કરી કે મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ સોમવારથી બોર્ડની ગાડીઓમાં પેપર સ્પ્રે સાથે મહિલાઓને જવા દેવામાં આવે.

(7:53 pm IST)