Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ઘટાડવામાં આવેલ રેટને વર્ષ ૨૦૨૦-૨૧થી લાગૂ કરાશે

મેટને લઇને પ્રવર્તી રહેલી દુવિધાઓ દૂર કરી : સપ્તાહમાં બીજીવાર ફિસ્કલ ડિસિપ્લિનની કરાયેલી વાત

મુંબઈ, તા. ૩ : નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં ખુલાસો કરતા કહ્યું છે કે, મેટને લઇને દુવિધા દૂર કરી દેવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશન ટેક્સ રેટમાં કાપના ભાગરુપે જાહેર કરવામાં આવેલા નીચા મેટની વ્યવસ્થા વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ અથવા તો ૨૦૨૦થી અમલી કરવામાં આવશે. આને લઇને ઘણી દુવિધાઓ ઉભી થઇ હતી. ૨૦૨૦થી લાગૂ કરવામાં આવનાર રેટમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એક સપ્તાહથી પણ ઓછા સમય ગાળાની અંદર નિર્મલા સીતારામને ફિસ્કલ ડિસીપ્લિનને જાળવી રાખવાના પડકારને લઇને વાત કરી હતી. મનમોહનસિંહ સરકારના ગાળાના રેકોર્ડની મોદી સરકારમાં ફિસ્કલ રેકોર્ડ સાથે સરખામણી કરતા સીતારામને કહ્યું હતું કે, ફિસ્કલ ડેફિસિટ અંગે અંતિમ નિર્ણય સુધારવામાં આવેલા અંદાજના તબક્કામાં લેવામાં આવશે. સોમવારના દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવેલા અને પાસ કરવામાં આવેલા ટેક્સેસન લો એમેન્ડમેન્ટ બિલ લોકસભામાં પાસ કરવામાં આવી ચુક્યું છે. તેમણે કહ્યું હતું કે, કેટલીક દુવિધાઓ રહેલી હતી જેને લઇને તેને દૂર કરવામાં આવી છે.

               બિલમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૫ ટકાના નિચલા મેટ રેટને આગામી નાણાંકીય વર્ષથી લાગૂ કરવામાં આવશે. અગાઉ મેટનો દર ૮.૫ ટકા હતો જ્યારે નવા વટહુકમમાં કહેવામાં આવ્યું હતું કે, લોવર રેટ વર્તમાન નાણાંકીય વર્ષથી અમલી કરવામાં આવશે. સત્તાવાર સુધારા રજૂ કરીને આ સુધારા કરવામાં આવ્યા છે. આની સાથે જ મૂલ્યાંકન વર્ષમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ભુલને સત્તાવાર સુધારા મારફતે દૂર કરી દેવામાં આવી છે.

(7:51 pm IST)