Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હિન્દ મહાસાગરમાં ભારતીય સીમામાં ચીની લડાકુ જહાજની ઘૂસણખોરી : ભારતીય નેવીએ ભગાડ્યું

શી-યાન-1 નામના ચીન નેવીના જહાજની ગતિવિધીઓ ભારતીય નેવીને દેખાતા કાર્યવાહી

નવી દિલ્હી : પાડોશી દેશ ચીને ફરી એક વખત અવળચંડાઇ કરતા ભારતીય નેવીએ તેને જવાબ આપ્યો છે. હિન્દ મહાસાગરમાં શંકાસ્પદ ચીની જહાજ ઘૂસી આવ્યું હતુ, જેને ભારતીય નેવીએ પાછું મોકલી આપ્યું છે. નેવી પ્રમુખ એડમિરલ કરમબીરસિંહે જણાવ્યું છે કે 4 ડિસેમ્બરે નેવી દિવસ પહેલા ચીન હિન્દ મહાસાગરમાં તેના જહાજો વધારી રહ્યું છે, એક જહાજ ભારતીય જળ સીમામા આવી ગયું હતુ

  શી-યાન-1 નામના ચીન નેવીના જહાજની ગતિવિધીઓ ભારતીય નેવીને દેખાઇ હતી, જેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, હિન્દ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાનની ગતિવિધીઓ વધી રહી છે, જેના પર ભારતીય નેવી નજર રાખી રહી છે, પાકિસ્તાન કે ચીન સામે કોઇ પણ પ્રકારના ખતરા સામે પહોંચી વળવા ભારતીય નેવી સજ્જ છે.

(7:15 pm IST)