Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હિન્દુઓ વિરૂધ્ધ ભૂંડી ટીપ્પણી કરનારને ફરી પ્રધાનપદું આપ્યું

ઇમરાનના દેખાડવાના ને ચાવવાના દાંત જુદા છે

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હિન્દુ સમુદાયની વિરૂદ્ઘ ટિપ્પણી કરનાર નેતાને ફરી એકવખત પંજાબ પ્રાંતનો સૂચના મંત્રી બનાવી દીધો છે. આપને જણાવી દઇએ કે પંજાબ પ્રાંતમાં સત્તરૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના મંત્રી ફૈયાઝ ઉલ હસન ચૌહાણે હિન્દુઓની વિરૂદ્ઘ ટિપ્પણી કરવા માટે આ વર્ષે માર્ચમાં પદ પરથી હટાવી દીધા હતા. એ સમયે સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનના જોરદાર વખાણ થયા હતા.

પાકિસ્તાની મીડિયા ડોનના એક રિપોર્ટના મતે ફૈયાઝ ઉલ હસન ચૌહાણે સોમવારના રોજ રજૂ કરેલા નોટિફિકેશનના મતે પંજાબના સૂચના મંત્રી તરીકે પુનઃસ્થાપિત કરી દેવાયા છે. ચૌહાણને ઉપનિવેશ વિભાગના પોતાના વર્તમાન પોર્ટફોલિયોથી અલગ સૂચના મંત્રી બનાવ્યા છે. આ મિયાં અસલમ ઇકબાલનું સ્થાન લેશે. વડાપ્રધાન ઇમરાન ખાનની તાજેતરની લાહોર યાત્રા બાદ આ નિર્ણય લેવાયો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મંત્રી ફૈયાઝ ઉલ હસન ચૌહાણે ૨૪મી ફેબ્રુઆરીના રોજ લાહોરમાં એક કાર્યક્રમમાં હિન્દુ સમુદાયને 'ગૌ મૂત્ર પીનાર લોકો' તરીકે સંબોધ્યા હતા. 

(3:33 pm IST)