Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

આપના 2 સાંસદ ડુંગળીનો હાર પહેરીને સંસદમાં પહોંચ્યા : ગરીબોની કસ્તૂરી ક્યાં અદ્રશ્ય થઇ ગઈ? : ઉઠાવ્યા સવાલ

32 હજાર ટન કાંદા ગોદામમાં સડી ગયા ત્યાં સુધી સરકારે કેમ પગલાં ન લીધાં ?

નવી દિલ્હી :ડુંગળીના  ભાવ કિલોએ 100 રૂપિયાએ પહોંચ્યા છે ત્યારે સંસદનું ધ્યાન ખેંચવા આપના બે સાંસદો સંસદ ભવન પર કાંદાનો હાર પહેરીને પહોંચ્યા હતા.

આપના બે સાંસદ સંજય સિંઘ અને સુશીલ ગુપ્તા ગળામાં કાંદાનો હાર પહેરીને આવ્યા હતા. કાંદાના ભાવ આસમાને ગયા એ માટે તેમણે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી.

સંસદ ભવનની બહાર આ બંનેએ દેખાવો કર્યા હતા. તેમના ગળામાં એવું પાટિયું પણ હતું કે મોંઘવારીએ માઝા મૂકી છે અને કાંદા દેવાળું કઢાવશે... મોદી સરકાર આ માટે જવાબદાર છે...

આપના આ સાંસદે મિડિયાને કહ્યું કે 32 હજાર ટન કાંદા ગોદામમાં સડી ગયા ત્યાં સુધી સરકારે કેમ પગલાં ન લીધાં ?

સંસદ ભવનની બહાર આ બંનેએ દેખાવો કર્યા હતા. તેમના ગળામાં એવું પાટિયું પણ હતું કે મોંઘવારીએ માઝા મૂકી છે અને કાંદા દેવાળું કઢાવશે... મોદી સરકાર આ માટે જવાબદાર છે...

આપના આ સાંસદે મિડિયાને કહ્યું કે 32 હજાર ટન કાંદા ગોદામમાં સડી ગયા ત્યાં સુધી સરકારે કેમ પગલાં ન લીધાં ? હવે તૂર્કીથી આયાત કરવાની વાતોનો શો અર્થ છે ? ગરીબો તો રોટલો અને કાંદો ખાને પેટ ભરતા હોય છે. તેમને ભૂખે મરવાનો વારો આવ્યો છે.

(2:09 pm IST)