Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

નન આવાસ કેન્દ્રોમાં થઇ રહ્યું છે યૌન શોષણ

ગેરશિસ્તના આરોપ હેઠળ કાઢી મુકાયેલ નન ના આક્ષેપ પોતાની આત્મકથામાં ચર્ચામાં ચાલતા વ્યભિચારનો કર્યો ખુલાસો

નવી દિલ્હી તા. ૩ : કેરળમાં ચર્ચ સાથે જોડાયેલા એક સમુહમાંથી કાઢી મુકાયેલ સિસ્ટર લુસીએ પોતાની આત્મકથા ''કાર્યાવિંતે નામાથિલ'' (ભગવાનના નામે) માં નન સાથેથતી યૌન ઉત્પીનની ઘટનાઓનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાંં આવ્યું છે.

એવો પણ દાવો કરાયો છે કે પાદરીઓના ઓફીશ્યલ રહેઠાણ પર કેટલીક યુવાન નનનું ક્રુર રીતે યૌન ઉત્પીડન કરવામાં આવે છે પર વર્ષની લુસીએ જણાવ્યું કે નન કેન્દ્રમાં રહેઠાણ દરમ્યાન ઓછામાં ઓછું ચાર વાર તેની પોતાની સાથે યૌન ઉત્પીડનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પુસ્તકમાં આક્ષેપ કરાયો છેક ઇસાઇ પ્રશિક્ષણ કેન્દ્રો અને નન આવાસ કેન્દ્રોમાં વ્યાપક રૂપે યૌન દુર્વ્યવહાર અને યૌન ઉત્પીડનની ઘટનાઓ બને છે.

એવું પણ કહેવાયું છે કે જે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તો માત્ર સેમ્પલ જ છે, ખરેખર તો આવી ઘટનાઓ ઢગલાબંધ છે જેના અંગે લોકોને જાણ નથી એવુ પણ લખવામાં આવ્યું છે કે ઉમરકેદની સજા ભોગવી રહેલા ફાધર રોબિન વાડાકુમચેરીના ઘણી નન સાથે સંબંધો હતા.

પાદરીએ ઉપરાંત તેમણે કેટલીક મોટી ઉંમરની નન પર યુવાન નન સાથે યૌન દુર્વ્યવહારનો પણ આક્ષેપ કર્યો છે તેણે કહ્યું કે પોતાની યૌન ઇચ્છાઓ પુરી કરવા માટે મોટી ઉંમરની નન સમલૈગિકતા ઉપર ભરોસો મુકે છે. સાથે જ એવો પણ આક્ષેપ કર્યો કે આ કેસમાં આરોપી પાદરીનો ચર્ચના અધિકારીઓએ બચાવ કર્યો હતો.

સિસ્ટર લુસીએ લખ્યુ છે કે મારા અંતિમ શ્વાસ સુધી નન રહીશ જો મારા પુસ્તકથી ચર્ચમાં સુધારો થશે તો મને આનંદ થશે. તેણે ભારપૂર્વક કહ્યું કે તે તેને જયાંથી કાઢી મુકવામાં આવી છે  તે જ નન કેન્દ્રમાં રહેશે. તેણે ગયા ઓકટોબરમાં પોપને મળવા માટે સમય માંગ્યો હતો પણ વેરિકનમાં હજુ તેની સુનાવણી નથી થઇ ત્રણ મહિના પહેલા નન સમુદાયમાંથી ગેરશિસ્તના આરોપી હેઠળ કાઢી મુકાયેલ લુસી અનુસાર દુષ્કર્મના આરોપી અને જલંધરના અપદસ્થ બિશપ ફ્રાંકો મુલ્લાકલની ધરપકડ માટે વિરોધ પ્રદર્શનને ટેકો આપવાની સજા તેને મળી છે.

(1:29 pm IST)