Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સતત અપડેટ કરતું મહારાષ્ટ્રના ગવર્નરનું ટ્વીટર એકાઉન્ટ ૨૩-૨૪-૨૫ નવે. શાંત થઈ ગયુ!

રાતોરાત ઉઠાવવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન કે ફડણવીસ - અજીત પવારના શપથગ્રહણ અંગે એક પણ ટ્વીટ કરવામાં આવ્યુ નહિં

મુંબઈ : સામાન્ય રીતે મહારાષ્ટ્રના રાજ્યપાલડી એસ કોશિયારીનું અત્યંત સક્રિય રહેતુંટ્વીટર એકાઉન્ટ ૨૩, નવે. અને ૨૫,નવે. દરમિયાન કોઇ અગમ્ય કારણોસરસંપૂર્ણપણે નિષ્ક્રિય અને ગૂપચૂપ રહ્યું હતુંતેના તરફ ઘણા લોકોનું ધ્યાન ગયું હતું. ૨૩ નવે. મહારાષ્ટ્રમાંથી રાતોરાત રાષ્ટ્રપતિ શાસન હટાવાયું હતું અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે દેવેન્દ્ર ફડનવીસ અને નાયબ મુખ્ય પ્રધાન તરીકેએનસીપીના અજીત પવારના શપથગ્રહણલેવડાવવામાં આવ્યાં હતા.

રાજ્યપાલનું કાર્યાલય સામાન્યતઃ ટ્વીટર પર તમામસંબંધીત માહિતી પોસ્ટ કરે છે, પરંતુ રાષ્ટ્રપતિ શાસન હટાવવા જેવી મહત્વનીબાબત તેમજ ફડનવીસના શપથગ્રહણની માહિતી ટ્વીટ કરવામાં આવી ન હતી.ભલે પછી આ નિર્ણયો અતિ ઉતાવળે લેવામાં આવ્યાં હતા. એક વાત નોંધનીયછે કે મહારાષ્ટ્રના રાજ્યપાલનું ઓફિશીયલ  ટ્વીટર હેન્ડલ રાજ્યપાલ બી એસ કોશિયારીને લગતા તમામ સમાચારો પરનિયમિત અપડેટ્સ આપતું રહે છે, પરંતુ ૨૩નવે.થી ૨૫ નવે. દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીના આ ટ્વીટર હેન્ડલપર એક પણ ટ્વીટ કરવામાં આવ્યું ન હતું. આજની તારીખ સુધી મહારાષ્ટ્ર ગવર્નરેદેવેન્દ્ર ફડનવીસ દ્વારા મુખ્ય પ્રધાન પદે અનેઅજીત પવાર દ્વારા નાયબ મુખ્યપ્રધાન પદે૨૩ નવે. રાજભવનની અંદર લીધેલા શપથઅંગે કે ૮૦ કલાક ચાલેલી ભાજપ સરકાર અંગેકોઇ માહિતી આપવામાં આવી નથી.

અત્યાર સુધી ટ્વીટર હેંડલ પર તમામમાહિતી આપવામાં આવતી હતી. તાજેતરમાં હવે શિવાજી પાર્ક ખાતે ઉદ્ધવ ઠાકરેનાશપથ ગ્રહણ સમારોહ પર રાજ્યપાલેટ્વીટ કર્યુ હતું. આ ટ્વીટમાં શિવાજી પાર્કખાતે શપથગ્રહણ કરનાર પ્રધાનોની તસવીરોપણ ટ્વીટ કરવામાં આવી હતી.

(1:25 pm IST)